140 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સીડનીની ટીમના પાંચ ખેલાડી ખાતુ પણ ખોલાવી ન શક્યા
સમગ્ર વિશ્વમાં ક્રિકેટ આવે એક ઉદ્યોગ પણ બની ગયો છે એટલું જ નહીં ઇન્ડિયન પ્રીમિયસ લીગની જેમ દરેક દેશ પોતાની લીગ રમાડી રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ બિગ બેસ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ત્યારે ટી ટ્વેન્ટી માં એક અનેરો ઇતિહાસ રચાયો છે જેમાં સિડની થનંડરની ટીમ માત્રને માત્ર 15 રનમાં પેવેલિયન પરત ફરી હતી.
ઓસ્ટ્રેલિયાના સિડની ગ્રાઉન્ડ પર શુક્રવારે પુરૂષોની ટી20 ક્રિકેટનો સૌથી નાનો સ્કોર બન્યો હતો.અહીં બિગ બેસ લીગની મેચમાં સિડની થંડર્સની ટીમ 15 રનમાં આઉટ થઈ ગઈ હતી. તે એડિલેડ સ્ટ્રાઈકર્સ દ્વારા 140 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. સિડનીના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જ્યારે બાકીના 5 બેટ્સમેન 4 રનથી આગળ વધી શક્યા ન હતા. એડિલેડ તરફથી હેનરી થોર્ન્ટને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે વેસ અગરે 4 વિકેટ લીધી હતી.
ટી20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો સૌથી ઓછા ટોટલનો રેકોર્ડ તુર્કીના નામે છે. તેને 2019માં ચેક રિપબ્લિક દ્વારા 21 રન પર આઉટ કરવામાં આવ્યો હતો. તેણે તુર્કી સામે 20 ઓવરમાં 278 રન બનાવ્યા હતા. થોર્ન્ટન અને અગરની રેકોર્ડ બ્રેક બોલિંગને કારણે એડિલેડ સ્ટ્રાઈકર્સે સિડની થંડર્સને 124 રનથી હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા તેણે 139 રન બનાવ્યા હતા.
ક્રિસ લીને સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. જ્યારે કોલિન ડી ગ્રાન્ડહોમે 33 રન ઉમેર્યા હતા. સિડની તરફથી ફઝલહક ફારૂકીએ 3 અને ગુરિન્દર સંધુ, ડેનિયલ સેમ્સ, બ્રાન્ડોન ડોગેટે 2-2 વિકેટ લીધી હતી. થંડર્સે 15 રનમાં પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. તેની 3 વિકેટ 5 રનમાં, 9 રનમાં 2 વિકેટ અને ટીમ સ્કોર માટે 14 રનમાં 2 વિકેટ પડી હતી.