હરિયાણાના અંબાલા જિલ્લાનો એક આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે. ડિફેન્સ કોલોનીમાં રહેતા અનિલ કુમારનો 15 વર્ષનો પુત્ર યશ કુમાર ગોલુ સૈનિક સ્કૂલમાં 11મા ધોરણનો વિદ્યાર્થી હતો. પૂર્વ સૈનિકના એકના એક પુત્રનું કોલ્ડ ડ્રિન્ક પીતી વખતે ગળામાં ઢાંકણું ફંસાઈ મોત થયું. મૃતકની ઓળખ ડિફેન્સ કોલોની નિવાસી અનિલ કુમારના 15 વર્ષના પુત્ર યશ કુમાર(ગોલુ) તરીકે થઈ છે. પોલીસે શબનું પોસ્ટમોર્ટમ કરીને તેને પરિવારના સભ્યોને સોંપી દીધું છે.
યશના ગળામાં ઢાંકણું ફંસાતા જ પરિવારમાં દોડધામ થઈ હતી. માતા અને મોટી બહેન કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર યશને લઈને મિલિટરી હોસ્પિટલ અંબાલા પહોંચી ગયા હતા. અહીં ડોક્ટરોએ ખૂબ જ મહેનત પછી ગળામાં ફંસાઈ ગયેલું ઢાંકણું કાઢ્યું હતું. જોકે ડોક્ટરો યશને બચાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. યશે સારવાર દરમિયાન જ જીવ ગુમાવી દીધો હતો.