- પોલીસ હેડકવાર્ટર ખાતેના પોલીસ ભવનમાં સમરકેમ્પ યોજાયો
- 3થી13 વર્ષના કુલ-73 બાળકોએ સમરકેમ્પમાં ભાગ લીધો
જામનગર ન્યૂઝ : રાજકોટ રેંજ આઈ. જી.ની સુચના મુજબ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના હુકમથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતેના પોલીસ ભવનમાં પોલીસ પરીવારના બાળકો માટે સમરકેમ્પ યોજાયો હતો. જેમા પોલીસ પરીવારના 3 થી 13 વર્ષના કુલ-73 બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ સમરકેમ્પમાં બાળકોને માઇન્ડ ડેવલ્પમેન્ટ, સ્પોર્ટસ, ડાન્સ જેવી અલગ-અલગ એક્ટીવીટીઓ કરાવવામા આવી હતી.
અહેવાલ: સાગર સંઘાણી