અઠવાડિયાના અંતમાં સ્નેપ, કોઈનબેઝ અને ઓપનડોર જેવી કંપનીઓ પણ 5000થી પણ વધુ લોકોની છટણી કરે તેવી શક્યતા
અબતક, વોશિંગ્ટન
ટ્વીટરના નવા માલિક ઈલોન મસ્ક દ્વારા કંપનીમાંથી અડધા જેટલા કર્મચારીઓ એટલે કે 3500 કરતા પણ વધુ લોકોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના બરતરફ કરવામાં આવ્યા છે. ત્યારે નોકરી માંથી કાઢી નાખવામાં આવેલા કર્મચારીઓ દ્વારા ટ્વિટર વિરુદ્ધ દાવો માંડવામાં આવ્યો છે. વર્કર એડજસ્ટમેન્ટ એન્ડ રીટ્રેઈનીંગ નોટિફિકેશન (વોર્ન) એકટ હેઠળ કર્મચારીઓને 60 દિવસ પહેલા નોટિસ પૂરી પાડવી જરૂરી છે પરંતુ િૂંશિિંંયિ દ્વારા આપવામાં આવી નથી જેથી યુએસના જિલ્લા સેન ફ્રાન્સિસકોમાં ગઈકાલે ટ્વિટર વિરુદ્ધ દાવો માંડવામાં આવ્યો છે.
કેલિફોર્નિયાના મીડીયા દ્વારા અપાયેલી માહિતી મુજબ દાવો કરનાર બે વ્યક્તિ ને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે આ સાથે બીજા ત્રણ વ્યક્તિઓના ટ્વીટર એકાઉન્ટ પણ બંધ કરી દેવાયા છે તેમજ ટ્વીટર ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ આ મામલામાં દખલગીરી કરશે તો તેમણે પણ નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે.
ટ્વીટરના પ્રોડક્ટ માર્કેટિંગના કર્મચારી તરીકે ઓળખ આપનાર એક મહિલાએ ટ્વીટ કરીને વ્યથા જણાવી કે તેણી એક 9 મહિનાના બાળકની માતા છે તથા 8 મહિનાથી ગર્ભવતી છે અને તેનું ટ્વીટર કાર્ય ઍક્સેસ બંધ થઈ ગયુ છે. ટ્વીટર હવે તેણી માટે ભૂતકાળ બની રહેશે.આ દાવો ટ્વીટર વોર્ન એક્ટના કાયદાનું પાલન કરે તેમજ કર્મચારીઓના હકનું જતન થાય તે માટે કરવામાં આવ્યો છે. ટ્વીટર વિરુદ્ધ કેસ કરનાર જાણીતા વકીલ શેનોન લિસ રીઓર્ડ કે જેમણે જાણીતી કંપનીઓ જેવી કે ઉબર, સ્ટારબક્સ અને ફેડેકસ વિરૂદ્ધ પણ દાવો કરેલ તેમણે જણાવ્યુ હતુ કે “અમે આ દાવો કર્મચારીઓને પોતાના હકનો લાભ મળે , વોર્ન એકટ અનુસાર પોતાના હકથી તેઓ માહિતગાર રહે તે માટે કર્યો છે.” જેથી કરીને ટ્વીટરે દરેક કર્મચારીઓને આજે ઓફિસ ન આવવા ઇમેઇલ કર્યો હતો જ્યાં સુધી કર્મચારીઓના કાર્ય વિશે કોઈ નિર્ણય લે લેવાય જાય.”યોર રોલ એટ ટ્વીટર” ના નામના ઇમેલ હેઠળ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કેઅમે વૈશ્વિક કાર્યબળ ઘટાડવાની આ મુશ્કેલ પ્રક્રિયા કરી રહ્યા છીએ પરંતુ કંપનીની સફળતા માટે અમારે આ નિર્ણય લેવું પડે તેમ છે
જેને કારણે મોટી સંખ્યામાં ટ્વિટર માંથી કર્મચારીઓને બરખાસ્ત કરવામાં આવી રહ્યા છે. જો તમારી કામગીરી કંપની માટે અસરકારક હશે તો તમને કંપની તરફથી મેઈલ કરવામાં આવશે.” આ નિર્ણયથી સેન ફ્રાન્સિસકો શહેરના સંઘ કાર્યકરો પણ ખૂબ જ ચિંતાતુર છે કારણ કે ફક્ત ટ્વીટર જ નહીં પરંતુ તેની સાથે સ્ટ્રાઈક, સ્નેપ,લીફ્ટ, કોઈન બેઝ અને ઓપન ડોર વગેરે જેવી કંપનીઓ પણ 5000 થી પણ વધુ કાર્યકરોની છટણી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. મુખ્ય અર્થશાસ્ત્રી ટેડ ઇગનના મત મુજબ, ” સેન ફ્રાન્સિસકો માટે આ ખૂબ જ અસામાન્ય દિવસ છે ભૂતકાળમાં આવું ક્યારેય પણ નથી બન્યું કે ફક્ત એક જ દિવસમાં આટલા બધા કર્મચારીઓની છટણી કરવામાં આવી હોય.