- દોઢ વર્ષ પૂર્વે યુવતીને ભગાડી જનાર ભુવા કેતન સાગઠીયાએ ઝેરી દવા પીવડાવી પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધાનો પરિજનોનું કથન
રાજકોટના મવડીમાં હોળીની રાત્રે લિવ ઈનમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે. બનાવમાં યુવતીના પિતાએ ભુવા યુવક સામે પોતાની દીકરીને ઝેર પીવડાવી હત્યા નીપજાવ્યાની રાવ કરતા પોલીસે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે.
મામલામાં પ્રાપ્ત થતી વિગત મુજબ ભગવતીપરામાં રહેતી કોમલબેન દોઢેક વર્ષથી મવડી ગામમાં ગેલ પાનવાળી શેરીમાં રહેતાં અને પોતાને ભુવાજી તરીકે ઓળખાવતા કેતન સાગઠીયા સાથે રહેતી હોઇ હોળીની સાંજે કોમલબેને કેતનના ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં સારવાર દરમિયાન ગત રાતે તેણીનું મોત નિપજતાં ભગવતીપરામાં રહેતાં પિતા ધીરજભાઇ ધનજીભાઇ સોલંકી સહિતે દિકરીએ જાતે દવા નથી પીધી પણ તેને પીવડાવી દેવામાં આવી છે તેવો આક્ષેપ કરતાં પોલીસે યુવતીના મૃતદેહનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી હતી. કોમલબેનના મૃત્યુ બાદ હોસ્પિટલમાંથી કેતન સાગઠીયા પણ ગૂમ થઇ જતાં અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે.
મવડી ગામમાં ગેલ પાનવાળી શેરીમાં રહેતી કોમલબેન (ઉ.વ.26) નામની યુવતિએ ગત 13/3ના હોળીના દિવસે સાંજે છએક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહી ગઇકાલે તેનું મોત થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી.જો કે કોમલબેનના પિતા ધીરજલાલ સાગઠીયાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારી દિકરી કોમલબેનને દોઢેક વર્ષ પહેલા કેતન ભુવાજીએ ફસાવી હતી અને તેને ભગાડી ગયો હતો. તેણી લગ્ન વગર જ કેતન સાથે રહેતી હતી. મારી દિકરીને તાંત્રિક વિધિ મુક્યું હોવાની શંકા છે. તે જાતે દવા પીવે તેવી નહોતી, તેણીને દવા પીવડાવી દીધાની અમને શંકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા માતાજીનો માંડવો હતો તેમાં કેતન ભુવાજી તરીકે આવ્યો હતો. એ પછી મારી દિકરી સાથે ઓળખાણ કેળવી હતી અને તેને ફસાવી હતી. તે લગ્ન વગર જ મારી દિકરીને રાખતો હતો. ઉલ્લેખનીય છે કે, નર્સિંગનો અભ્યાસ કરતી કોમલબેનના પિતા આરએમસીમાં નોકરી કરે છે. કોમલબેન એક ભાઇ અને ત્રણ બહેનમાં મોટી હતી અને જ્યારે તેણી કેતન લલચાવીને લઈ ગયો તે વખતે તે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. પિતા ધીરજલાલ સાગઠીયા આરએમસીમાં સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેતને અગાઉ પણ એક છોકરીને ફસાવી હતી અને આ કારણે ગુનો નોંધાતા જેલમાં પણ ગયો હતો. મારી દિકરીને દાખલ કરી ત્યારથી તે હોસ્પિટલમાં ભેગો જ હતો, ગત રાતે દિકરીનું મૃત્યુ થયા બાદ તે નીકળી ગયો હોઇ અમને વધુ શંકા ઉપજી છે. તેમ વધુમાં ધીરજલાલે જણાવતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ આગળ તપાસ કરશે.
માતાજીના માંડવામાં આવેલા ભુવાએ યુવતીને ફસાવ્યાનો આક્ષેપ
પ્રાથમીક તપાસમા મૃતક કોમલબેન અમદાવાદમા જીએનએમનો અભ્યાસ કરતી હતી અને રાજકોટમા ખાનગી હોસ્પિટલમા ફરજ બજાવતી હતી. કોમલબેન એક ભાઇ 3 બહેનમા વચેટ હતી અને તેનાં પિતા રાજકોટ મનપાનાં સોલીડ વેસ્ટ વિભાગમા ફરજ બજાવે છે. ભગવતીપરામા રહેતા મૃતક કોમલબેનનાં પિતા ધીરજલાલ ધનજીભાઇ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે કેતન સાગઠીયા મવડી સ્મશાનમા આવેલ માતાજીનાં મંદિરમા ભુવા ગતી કરે છે અને દોઢ વર્ષ પહેલા કોમલ સબંધીનાં ઘરે માંડવામા ગઇ હતી ત્યારે તેના પરીચયમા આવ્યો હતો.