સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ક્ષેત્રે ભારતની સિદ્ધિ: પેટન્ટ ટેક્નોલોજી આધારિત સિંગલ પીસ બીજા તબક્કાના સેમી ક્રાયો એન્જિન તૈયાર!!

રોકેટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસે મંગળવારે જણાવ્યું હતું કે, તેણે બીજા તબક્કાના સેમી-ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

અગ્નિકુલ કોસ્મોસના જણાવ્યા અનુસાર સિંગલ પીસ, સંપૂર્ણ થ્રીદેવ પ્રિન્ટેડ, સેમી-ક્રાયોજેનિક ઇંધણ અગ્નિલેટ દ્વારા સંચાલિત બીજા તબક્કાના રોકેટ એન્જિનનું પરીક્ષણ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ભાગ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.

કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ શ્રીનાથ રવિચંદ્રને અગાઉ આઈએએનએસને કહ્યું હતું કે તેઓ વર્ષ 2022ના અંત પહેલા તેમના રોકેટ અગ્નિબાનનું પ્રથમ પરીક્ષણ લોન્ચ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે.જ્યારે પેલોડ વહન કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રવિચંદ્રને કહ્યું હતું કે તે ડમી પેલોડ હશે. અગ્નિબાન એ 100 કિ.ગ્રા.ની પેલોડ ક્ષમતા ધરાવતું બે તબક્કાનું રોકેટ છે જે લગભગ 700કિમી ઉંચી (નીચી પૃથ્વીની ભ્રમણકક્ષા)ની ભ્રમણકક્ષા કરે છે અને પ્લગ-એન્ડ-પ્લે ગોઠવણીને સક્ષમ કરે છે. કંપનીએ તાજેતરમાં આઇઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્કમાં સ્થિત તેની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિન ફેક્ટરી શરૂ કરી છે. ફેક્ટરીને તેના રોકેટ અગ્નિવન માટે દર અઠવાડિયે બે રોકેટ એન્જિન બનાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આવતા મહિને ક્યારેક ટેસ્ટ શરૂ કરવાની યોજના વિશે

પૂછવામાં આવતા એસ.આર. ચક્રવર્તીએ આઈએએનએસને કહ્યું, અમે આ દિશામાં સતત કામ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.

અગ્નિકુલ અને ઇસરો એ એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ઇસરો સુવિધાઓ અને અવકાશ પ્રક્ષેપણ વાહનોની પેટા-સિસ્ટમ/સિસ્ટમના વિકાસ અને પરીક્ષણ માટે કુશળતાની ઍક્સેસ આપવામાં આવી હતી.

અગ્નિકુલ થ્રીડી પ્રિન્ટેડ સેમી-ક્રાયો એન્જીન હોટ-ટેસ્ટમાં ઉત્તિર્ણ!!

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઈસરો)એ મંગળવારે જણાવ્યું હતું કે, તેની મુખ્ય રોકેટ વિકાસ સુવિધા કેમદર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર 4 નવેમ્બરે ભારતીય અવકાશ સ્ટાર્ટ-અપ દ્વારા વિકસિત રોકેટ એન્જિનના હોટ-ટેસ્ટિંગનું પરીક્ષણ કરી રહી છે. કેન્દ્રએ તેની વર્ટિકલ ટેસ્ટ ફેસિલિટી થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશમ,તિરુવનંતપુરમ ખાતે 4 નવેમ્બરના રોજ અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડ માટે અગ્નિલેટ એન્જિનનું 15-સેક્ધડનું હોટ-ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું તેવું ઇસરોએ જણાવ્યું હતું. સ્પેસ રેગ્યુલેટર ઇન-સ્પેસ દ્વારા ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સને ઈસરોની સુવિધાઓનો ઉપયોગ કરવાની તક પૂરી પાડવા માટે ઈસરો અને ચેન્નાઈ સ્થિત અગ્નિકુલ વચ્ચે હસ્તાક્ષર કરાયેલ એમઓયુના ભાગરૂપે આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

અગ્નિલેટ લિકવિડ ઓક્સિજન અને એવિએશન ટર્બાઇન ફ્યુલનો ઉપયોગ કરી સેટેલાઇટને લોન્ચ કરશે !!

અગ્નિકુલ દ્વારા વિકસાવાયેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલને અગ્નીલેટ નામ આપવામાં આવ્યું છે. જે રિજનરેટિવલી ઠંડુ 1.4 કેએન સેમી-ક્રાયોજેનિક એન્જિન છે. જે 10.8 બારના ચેમ્બર પ્રેશર પર લિક્વિડ ઓક્સિજન અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલનો ઉપયોગ કરીને પ્રોપેલન્ટ તરીકે કામ કરે છે. આ એન્જિન અત્યાધુનિક થ્રીડી પ્રિન્ટીંગ ટેક્નોલોજી દ્વારા સાકાર કરવામાં આવ્યું છે. અગ્નિકુલે આ અંગે કહ્યું છે કે, અમે જાહેરાત કરતાં નમ્ર છીએ કે અમે અમારી પેટન્ટ ટેક્નોલોજી આધારિત સિંગલ પીસ, સંપૂર્ણ થ્રીડી પ્રિન્ટેડ, બીજા તબક્કાના સેમી ક્રાયો એન્જિન અગ્નિલેટના એક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.