નિષ્ણાંત સ્પાઈન સર્જન ડો.અમીષ સંઘવી દ્વારા સફળ સર્જરી
સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે નવો સફળ કિસ્સો ઉમેરાયો કે જેમાં અનસુયાબેન લઘુભાઈ જેઠવાને (ઉ.વ.૭૪) બે મહિનાથી કમરમાં ખુબ જ અસહ્ય દુ:ખાવો રહેતો હતો. જેને લીધે તેઓ કફોડી હાલતમાં મુકાતા ગયા અને તેનાથી ચાલવું પણ શકય ન હતું અને તેમને સતત પથારીમાં આરામ કરવાની ફરજ પડી હતી. આવા સંજોગોમાં તેમને અચાનક હાર્ટ એટેક આવતા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જયાં હૃદયની એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દીએ જુના કમરના દુ:ખાવાની ફરિયાદ કરતા સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત સ્પાઈન સર્જન ડો.અમીષ સંઘવીને બતાવવામાં આવ્યું. ડો.અમીષ સંઘવીએ જરી એમઆરઆઈ અને એકસ-રે તપાસ બાદ કમરના મણકાના ફેકચરનું નિદાન કરેલું હતું.
દર્દીની વૃદ્ધાવસ્થા અને કેલ્શિયમની ઉણપથી પોલા થઈ ગયેલ મણકાના ફેકચરને કુદરતી રીતે મટાડવું શકય ન હતું અને જયાં સુધી મણકાનું ફેકચર સંધાય નહીં ત્યાં સુધી દર્દીને દુ:ખાવામાં રાહત મળે તેવું શકય ન હતું. મોટી ઉંમરે થતા મણકાના ફેકચર સમય સાથે જો કુદરતી રીતે જોડાય ન શકેતો તે મણકાનું હાડકુ સુકાય જતું હોય છે અને આવા પોલા મણકાના ફેકચરને સ્ક્રુ વડે ફીટ કરી, સિમેન્ટથી જામ કરવું પડતું હોય છે. આ પ્રકારના ઓપરેશન ૧૦-૧૫ સે.મી. લાંબા ચેકા જડે ઓપન સ્પાઈન સર્જરીથી કરવામાં આવે છે. પરંતુ દર્દી અનસુયાબેનના કેસમાં હૃદયની એનજીઓપ્લાસ્ટી થયેલ હોવાથી આગામી ૧ વર્ષ સુધી લોહી પાતળુ રાખવાની દવા આપવાની હોવાથી, ઓપન સ્પાઈન સર્જરીમાં વધુ પડતા રકતસ્ત્રાવને લીધે મૃત્યુનું જોખમ હતું.
આ કારણોસર ઓપન સ્પાઈન સર્જરી જોખમી હોવાથી ડો.અમીષ સંઘવીએ કી-હોલ સ્પાઈન સર્જરી વડે આ ઓપરેશન કરવાનું નકકી કર્યું. ડો.અમીષ સંઘવીએ માત્ર ૧ ઈંચના ચેકા વડે મણકાનું ફેકચર સ્ક્રુ પ્લેટથી ફિટ કરી સિમેન્ટથી જામ કરી દીધું હતું. કી-હોલ સ્પાઈન સર્જરીમાં માત્ર ૧ ઈંચના ચેકા વડે મણકાનું ફેકચર સ્ક્રુ પ્લેટથી ફિટ કરી સિમેન્ટથી જામ કરી દીધું હતું. કી-હોલ સ્પાઈન સર્જરીમાં માત્ર ૧ ઈંચના ચેકા વડે ઓપરેશન શકય બનતા રકતસ્ત્રાવની માત્ર નજીવી થઈ જતી હોય છે અને લોહી પાતળુ કરવાની દવાઓ બંધ કરવાની જર પડતી નથી.
દર્દી અનસુયાબેનના ઓપરેશનમાં માત્ર ૫૦ એમ.એલ. રકતસ્ત્રાવ થયેલ હતો. જે દર્દીની જાનની સલામતી માટે જરૂરી હતું. ઓપરેશનના બીજા જ દિવસે દર્દી અનસુયાબેનને વોકરથી ચાલતા કરી દેવામાં આવ્યા હતા. માત્ર ૧ ઈંચના નાના ચેકાના કારણે ઓપરેશનના દુ:ખાવાનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે અને રિકવરી પણ ઝડપથી મળે છે. હાલ ઓપરેશનના ૧ મહિના પછી દર્દી દુ:ખાવા વગર ઘરમાં સ્વતંત્ર રીતે હરી-ફરી શકે છે. આ ઓપરેશનમાં નિષ્ણાંત એનેસ્થેટીસ્ટ તરીકે ડો.હેતલ વડેરાની હાજરી પણ અમુલ્ય હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com