પરાબઝારમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા પી કર્યો આપઘાત:મોરબી રોડ નજીક ટ્રેન હડફેટે યુવાનનું મોત
શહેર દીન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે.લોકો કોઈ કરણો સર જીવનનો જંગ હારી ગયા હોવાનું સમજી પોતાનું જીવ ટુકાવે છે.ત્યારે આજે આપઘાતના ત્રણ બનાવી પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યા છે.જેમાં પ્રથમ બનાવવામાં અમીન માર્ગ પર રહેતા અને ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે પાછો ખાય જીવન ટૂંકાવ્યું છે જ્યારે બીજા બનાવમાં નિર્મલા રોડ નજીક રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે જ્યારે ત્રીજા બનાવવામાં મોરબી રોડ નજીક હડફેટે યુવાનનું મોત નીપજ્યું છે.
બનાવવા અંગેની મળતી માહિતી મુજબ પ્રથમ બનાવવામાં અમીન માર્ગ પર આવેલ વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા યુવરાજભાઈ ભીમસિંહભાઈ સોની નામના 19 વર્ષીય વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો આપઘાત કર્યો છે. જે બનાવવાની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પુસ્તકમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવરાજ ધોરણ નવ માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા વોચમેનનું કામકાજ કરે છે. પિતા નોકરીએ ગયા હતા ત્યારે પાછળથી પુત્ર એ પોતાના રૂમમાં ગળેફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. હાલ પોલીસે આપઘાત પાછળના કારણ અંગેની તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં કાલાવ રોડ નજીક આવેલ નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા રાજેશભાઈ સુરેશચંદ્ર પાઉ નામના 60 વર્ષીય વૃદ્ધિ ગુરુવારે બપોરે પરા બજારમાં હતા ત્યારે જેવી દવા ગટગટાવી લેતા તેને તત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે તેનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોતની નિપજતા પરિવારમાં અરેરાટી આપી છે. બનાવની જાણ પોલીસને તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછતાછ માં જાણવા મળ્યું હતું કે રાજેન્દ્રભાઈ ઘણા સમયથી બીમારી રહેતા હોવાથી તેને બીમારી થી કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી રોડ નજીક સોહમ નગરમાં રહેતા કરણ જયંતિ પરમાર નામના 25 વર્ષીય યુવાન પોતાના ઘર નજીક હતો ત્યારે આવી જતા તેનું કરોડ મોત નીપજ્યું છે બનાવની જાણ બી ડિવિઝન પોલીસના સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકમૂળ અમદાવાદ અને હાલ અહી રહે છે અને તે બે ભાઈ અને એક બેન માં મોટો હતો અને તેના પિતા મજૂરી કામકાજ કરે છે. હાલ પોલીસે પરિવારજનો નિવેદન નોંધી વધુ તપાસ હાથધરી છે.