ધોરણ-૧૦નો વિદ્યાર્થી છત્રપાલસિંહ બપોર બાદ મંદિરે પહોંચીને દિવ્યાંગો, વૃધ્ધો સહિતના દર્શનાર્થીઓને આપે છે સહયોગ
વિશ્વ કોરોના મહામારીએ અનેક પરિવર્તનો લાવ્યાં છે. ત્યારે ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ દેવધિદેવ સોમનાથ મહાદેવ મંદિર માટે સોમનાથ સ્થિત છત્રપાલસિંહ જાડેજા પ્રેરણાદાયક અનોખી સેવા બજાવી રહ્યા છે.
વેરાવળ તાલુકાના સુપાસી ગામે આવેલ અર્જુન વિદ્યાલય ખાતે ધોરણ દસમા અભ્યાસ કરતા તેઓની શાળા-કોલેજ છેલ્લા પાંચ મેળવે છે. સવારેએ શિક્ષણનું કાર્ય પુરું થઇ જાય પછી બાકીનો સમય આડા-અવળી નકામી રીતે વેડફવાને બદલે તેઓ સોમનાથ મંદિરે પહોંચી જાય છે.
અને સોમનાથ ટ્રસ્ટે દર્શનાથીઓને એન્ટ્રીપાલ કતારમાં વ્યવસ્થિત ઉભા રાખવા, મંદિરમાં કઇ વસ્તુ લઇ ન જવી તેની દર્શન પ્રવેશાર્થીઓને જાણકારી અને કયાં મુકવી તેનું માર્ગદર્શન આપવું. દિવ્યાંગો-વૃદ્ધોને સહાયરૂપ બનવું દર્શન એન્ટ્રી બંધ થયા બાદ ફરી પાછી એન્ટ્રીનો સમય યાત્રિકો-પ્રવાસીઓને પુછપરછ કરે તો આપવો સહિતની સેવાઓમાં તે ટ્રસ્ટની ફરજ વ્યવસ્થાઓ સાથે સેવા ભાવે જોડાઇ સમયનો સેવાકીય સહઉપયોગ કરે છે.
વતનનું ઋણ અને કુદરતી રીતે જ વેકેશન જેવા આ સમયમાં માનવતા ભર્યુ કાર્ય એન્ટ્રી ગેટ પાસે બજાવી તેમના જીવનમાં જે ટેમ્પલ ક્રાઉડ મેનેજમેન્ટ સીસ્ટમ શાળા-કોલેજોમાં કે પુસ્તકોમાં વાંચવાથી ન મળે તેવું પ્રત્યક્ષ ભાગ લઇ જીવન સાર્થક બનાવે છે. સોમનાથ ટ્રસ્ટ પણ તેના સારા કાર્યમાં તેનો સહયોગ ઉપયોગી બને છે.