- નવાગામમાં એકલવાયા જીવનથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસોના બનાવવા ચિંતા જનક વધારો જોવા મળે છે. જીવનની કેડીમાં હજુ તો ડગલા ભરતા કિશોર પણ નાની બાબતમાં આપઘાતનો પ્રયાસ કરે છે ત્યારે શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરનાર 17 વર્ષના વિદ્યાર્થીએ ફિનાઈલ પી અને નવાગામ મામાવાડી નજીક યુવકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગંજીવાડા વિસ્તારમાં શેરી નંબર 65 માં રહેતા આયુષ મહેશભાઈ ચાવડા નામના 17 વર્ષીય તરુણે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં આયુષ ચાવડા વીંછિયા નજીક આવેલી હોસ્ટેલમાં રહી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ થઈ હોય પરંતુ પેપર સારા ન ગયા હોય જેને લઇ તે હતાશ થઈ ઓછી ટકાવારી આવવાની ચિંતામાં આપઘાતનો પ્રયાસ કર્યો છે.
જ્યારે આપઘાતના પ્રયાસના બીજા બનાવમાં , નવાગામના ડીપીએ ગોડાઉનમાં રહેતા આનંદ સુલતાનભાઈ કલારીયા નામના 21 વર્ષીય યુવકે આજે અગિયાર વાગાના સુમારે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા હોસ્પિટલ સ્ટાફે કુવાડવા પોલીસ સ્ટાફને જાણ કરતા પોલીસે તપાસ હાથધરી છે જેમાં યુવક આનંદના માતા પિતા 2006 થી અલગ રહે છે અને યુવક પરિવારથી એકલો રહી મામાવાડી નજીક ડિપીએ ગોડાઉનમાં રહે છે.આથી યુવકે એકલવાયા જીવનથી કંટાળી આ પગલું ભર્યાનું જાણવા મળેલ છે.