બાંસુરી મકવાણાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી સ્વિમિંગની અલગ-અલગ ઇવેન્ટમાં 6 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા
રાજકોટની વિદ્યાસાગર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ સ્કૂલની વિદ્યાર્થીની બાંસુરી મકવાણાએ ઇન્દોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં છ ગોલ્ડ મેડલ હાંસલ કરી આશીર્વાદ સ્કૂલ તથા રાજકોટનું નામ રોશન કર્યું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 884 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.રાજકોટ ખાતેથી ત્રણ વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આશીર્વાદ સ્કૂલની બાંસુરી મકવાણાએ તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી 6 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.
આશીર્વાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને હંમેશા અભ્યાસની સાથેસાથ સ્પોર્ટ સાથે સંકળાયેલી વિવિધ એક્ટિવિટી માટે વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાના પ્રિન્સિપાલ વિરેન્દ્રભાઈ પટેલ નું માનવું છે કે વિદ્યાર્થીના જીવનમાં હંમેશા ખેલ દિલ્હી મહત્વનો ભાગ ભજવે છે શાળા ખાતે બાળકોને સ્પોર્ટમાં આગળ વધારવા હેતુ ક્રિકેટનું વિશાળ ગ્રાઉન્ડ સાથે સ્પોર્ટ્સની વિવિધ રમતના કોચ પણ રાખવામાં આવ્યા છે જે બાળકોને હર હંમેશ ગેમ પ્રત્યેનું માર્ગદર્શન પૂરું પાડે છે.
શાળાના પ્રિન્સિપલ વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા બાંસુરી મકવાણાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવા હેતુ શાળા ખાતે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીનીએ જે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. તેનો શ્રેય તે શાળાના પ્રિન્સિપલ,શિક્ષકો તથા સાથી મિત્રોને આપી રહી છે.સાથોસાથ સ્વિમિંગના કોચ તેમજ પરિવાર તરફથી પણ ખૂબ સ્પોર્ટ મળી રહે છે. સન્માન સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપલ વિરેન્દ્ર ભાઈ પટેલ સહિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જેહમત ઉઠાવી હતી.
ગેમમાં શ્રેષ્ઠ પ્રદર્શન પાછળ નિયમિત પ્રેક્ટિસ સાથે શિસ્થ મહત્વનો ભાગ ભજવે છે: બાંસુરી મકવાણા
રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં 6 ગોલ્ડ મેડલ વિજેતા બાંસુરી મકવાણાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોલ્ડ મેડલ જીતવાનો મને ખૂબ ગર્વ છે. પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન પાછળ હંમેશા નિયમિત પ્રેક્ટિસની સાથે શિસ્થ પણ એટલી જ જરૂરી છે. શાળા તરફથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે.ખાસ કરીને પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ સાથી વિદ્યાર્થી મિત્રો પાસેથી મને ખૂબ મોટીવેશન મળ્યું છે. સાથોસાથ મારા કોચ જેમને સ્વિમિંગમાં મને ખૂબ સારી પ્રેક્ટિસ કરાવી છે.તેમજ પરિવાર તરફથી હંમેશા ખૂબ સારું પ્રોત્સાહન મળી રહે છે.
વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના તમામ સુવિધાનો ખર્ચ ટ્રસ્ટ પુરૂ પાડે છે: વીરેન્દ્રભાઈ પટેલ (પ્રિન્સિપાલ,આશીર્વાદ સ્કૂલ)
આશીર્વાદ સ્કૂલના પ્રિન્સિપાલ વિરેન્દ્રભાઈ પટેલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનો ભાગ ભજવે છે.સ્પોર્ટ્સ માટે ગ્રાઉન્ડ હોવું જરૂરી છે.વાલીઓ પાસેથી સ્પોર્ટ્સની વિવિધ રમતની એકપણ ફી વસૂલવામાં આવતી નથી. શાળા પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને સ્પોર્ટ ખાતે આગળ વધે તે માટેના પ્રયાસો કરતી રહે છે. ત્યારે બાંસુરી મકવાણાએ જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ હાંસલ કર્યા છે. તેને બિરદાવતા શાળા 50 ટકા ફી માફી સાથે વિદ્યાર્થીનીને ઉચ્ચ અભ્યાસ
પૂરું પાડશે. સાથોસાથ શાળાના જેટલા પણ વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ખાતે આવું પ્રદર્શન હાથ ધરી પોતાની કારકિર્દીને સફળ બનાવવા ઈચ્છતા હોય તેમને પણ શાળા તરફથી આવો જ પ્રોત્સાહન મળશે.’