સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષામાં ગેરરીતી આચરતા વિઘાર્થીઓને સજા માટે ઇ.ડી.એ.સી.ની બેઠક આજે બીજા દિવસે પણ મળી હતી. જેમાં આજે એક વિઘાર્થી કે જે પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇને જતા તેને 1+4 પરીક્ષાની સજા સંભળાવવામાં આવી હતી. તેથી આ વિઘાર્થી બે વર્ષ સુધી પરીક્ષામાંથી બાકાત રહેશે અને કોઇપણ જગ્યાએ પરીક્ષા નહી આપી શકું.
સૌરાષ્ટ્ર યુનિ.ની ઇડીએસીની બેઠકમાં આજે 43 વિદ્યાર્થીઓને બોલાવાયા
જેમાં 31 હજાર રહ્યા: એક વિદ્યાર્થીને 1+4 જયારે 30 વિદ્યાર્થીને 1+1 સજા સંભળાવાય
ઉલ્લેખનીય છે કે આજે બીજા દિવસે યુનિવર્સિટીમાં કુલપતિ ગીરીશ ભિમાણીની અઘ્યક્ષતામાં મળેલી એકઝમિનિશન ડીસીપ્લીનરી એકશન કમીટીની એક બેઠક મળી હતી. જેમાં આજે 43 ગેરરીતીમાં પકડાયેલા વિઘાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જો કે તેમાંથી 11 વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે 31 વિઘાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 1 વિઘાર્થીને 1+4 જયારે 30 વિઘાર્થીઓને 1+1 ની સજા સંભળાવાઇ હતી.
આજે બોલાવેલી વિઘાર્થીઓમાં એલ.એલ.બી., એમ.એ., બી.બી.એ., બી.એસ.સી. અને બી. કોમના વિઘાર્થીઓ હતા. જેમાં રાજકોટની એક પ્રખ્યાત કોલેજનો વિઘાર્થી કે જે પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇને પ્રવેશ કર્યો હતો અને સુપરવાઇઝરે કોપી કેસ કરતા આજે તેને 1+4 ની સજા થઇ હતી. આ વિઘાર્થી હવે બે વર્ષ સુધી એકપણ જગ્યાએ પરીક્ષા નહી આપી શકે.