ત્રંબા ખાતે શોર્ય પ્રશિક્ષણમાં કરાટે, રાઇફર શુટીંગ, લાઠી દાવ સહિતની તાલીમ મેળવતા 250 થી વધુ યુવાઓ
આગામી 1 વર્ષમાં દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલુ કરાશે
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને રાષ્ટ્રીય અઘ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા, રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત અઘ્યક્ષ રણછોડભાઇ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ બકુલભાઇ ખાખી, હિંમતભાઇ બોરડ, શશીકાંતભાઇ પટેલ વિગેરેએ હાજરી આપી હતી. જેમાં પત્રકાર સાથે વાતચીત કરતાં રાષ્ટ્રીય બજરંગ દળ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ર1 મે થી ર6 મે 2024 સુધી યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાંતના 17 જેટલા કેન્દ્રો પરથી રપ0 જેટલા યુવાનો પ્રશિક્ષણ મેળવશે. આ વર્ગ રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળ ત્રંબા (કસ્તુરબા ધામ) ભાવનગર રોડ યોજવામાં આવ્યો છે.
પ્રવિણભાઇ તોગડીયાએ આતંકવાદીઓ વિશે કહ્યું કે આપણે ઇઝરાયેલ જેવી મજબુત સુરક્ષા બનાવવી જોઇએ. જેથી આતંકવાદીઓ દેશમાં આવે નહી. આ તો ચાર જ આંતકવાદી પકડાયા છે. આવા તો ઘણા આતંકવાદી હશે દેશમાં આ બધા આતંકવાદી કયાંથી કેવી રીતે આવે છે. રામ મંદિર બન્યું એ ખુબ જ આનંદની વાત છે. પણ રામ મંદિરએ શ્રઘ્ધાનો વિષય છે. તેને ચુંટણીનો મુદ્દો ન બનાવવો જોઇએ.
આ વખતે મતદાન ઓછું થયું છે. તે લોકશાહી માટે ખતરાની નિશાની છે. લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ ઓછો જોવા મળ્યો જો લોકો મતદાન કરે તો જ લોકશાહી ટકી શકે.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપક તા.ર4 જુન 2018માં કરવામાં આવેલ છે. આજે દેશભરના તમામ જીલ્લા કેન્દ્રો પર કાર્યરત છે. એએચપી આજે દેશના 400 થી વધુ જીલ્લા કેન્દ્રો પર તેની ટીમ છે અધિકારી પદાધિકારીઓ છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદના વિવિધ આયોમો છે. જેમાં પ્રમુખ આયામોમાં યુવાનો માટે રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય કિશાન પરિષદ, રાષ્ટ્રીય મજદુર પરિષદ, રાષ્ટ્રીય હેલ્થ લાઇન, હિન્દુ હેલ્પલાઇન, બચ્ચે હિ આગે કિડસ અહેડ વગેરે આયામો આજે દેશભરમાં કાર્યરત છે.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી 1 વર્ષમાં દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલુ થશે આ હનુમાન ચાલીસા કેન્દ્રોના માઘ્યમથી એક મુઠી અનાજ, ઇન્ડીયા હેલ્થ લાઇન દ્વારા ફ્રી ચેક અપ કેમ્પો સાથે અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવશે તે ઉપરાંત દેશભરમાં દરેક જીલ્લા કેન્દ્રો શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં ૐ શ્રી પરિવાર બનાવવામાં આવશે.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ સુરક્ષા સમૃઘ્ધિ અને સન્માન દરેક હિન્દુ ભાઇઓને મળે તે ઘ્યેય સાથે વિર હિન્દુ વિજેતા હિન્દુના ઘ્યેય સાથે કાર્યા કરે છે. ભવ્ય રામ મંદિર બની ગયું હવે રામ રાજય કયારે અને ભવ્ય રામ મંદિરની જેમ કાશી અને મથુરામાં પણ ભવ્ય મંદિરો બને તે માટે હિન્દુ સમાજમાં જન જાગરણ કરશે.
રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશના વિવિધ જીલ્લા કેન્દ્રો પર 40 થી વધુ સ્થાનો પર રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનો માટે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે. જેમાં હિન્દુ યુવાનોને આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્ર પ્રેમ હિન્દુત્વ દેશ ભકિત અને સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનોને શારીરીક માનસિક અને બૌઘ્ધિક રીતે સક્ષમ બને યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં કરાટે રાયફલ શુટીંગ, લાઠી દાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ રમત
સમતા જેવા શારીરિક તેમજ વર્તમાન સમયને ઘ્યાનમાં રાખીને બૌઘ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આવા જ એક યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન રાષ્ટ્રીય બજરંગ દળ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જે તા. ર1 થી ર6 મે 2024 સુધીનો રહેશે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના 17 જેટલા કેન્દ્રો પરથી રપ0 જેટલા યુવાનો આ વર્ગમાં પ્રશિક્ષણ મેળવશે. આ વર્ગ રાજકોટ થી નજીક આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ત્રંબા (કસ્તુરબાધામ) ભાવનગર રોડ, આર.કે. કોલેજ પાસે, યોજવામાં આવેલ છે.