આ પૃથ્વીપર અજીબો ગરીબને ચિત્ર વિચિત્ર નાના જીવજંતુ કે પ્રાણીઓ રહે છે. આફ્રિકાના વિશાળ જંગલોમાં આજે પણ નવા નવા જીવો વૈજ્ઞાનિકોને જોવા મળે છે. આજે આ લેખમાં કાંટાળુ સસ્તન પ્રાણી ‘હેગ હોગ’ની વાત કરવી છે.તેને આપણે શેળો કે શેરા તરીકે ઓળખીય છીએ. નાનકડું મોઢુ ને નાનકડા પગ સાથે આખા શરીર ઉપર શાહુંડી જેવા તીક્ષ્ણ અણીદાર કાંટા હોય છે. આ નાનકડા નિરઉપર દેવી જીવ માનવ સાથે ભળી જતું હોવાથી ઘણા લોકો તેને ઘરમાં પાળતા હોય છે. અમૂક લોકો તો ઉંદરના ત્રાસથી બચવા ત્રણ ચાર શેળા પાળે છે, કારણ કે તેના મુખ્ય ખોરાક ઉંદર છે.
પંદર મિલિયન વર્ષ પહેલા તે પ્રથમવાર જોવા મળ્યો હતો. આજે તેનો મેલીવિદ્યા કે તંત્ર મંત્રમાં તાંત્રીકો ઉપયોગ કરતા હોવાથી તેની ડિમાન્ડ વધી હોવાથી તેને પકડનારા શિકારી પણ વધી ગયા છે. ઘણી વાર વનવિભાગના અધિકારીઓ તેને પકડતા હોય છે. હાથમાં એક પ્રકારના ગ્લોવ્સ પહેરીને તેઓ પકડે છે.જેથરી તેના તીક્ષ્ણ અણીદાર ઝેરી કાંટા લાગી ન જાય શેળો કે શેરોનું અંગ્રેજી નામ હેજહોગ છે જેની 20થી વધુ પ્રજાતિઓ વિશ્વમા જોવા મળે છે. તે ભય લાગે ત્યારે મોઢુ અને પગ અંદર સંકોળીને સખ્ત કાંટાળા ગોળ દડો બની જાય છે, જેથી શિકારી પ્રાણી તેનો શિકાર કરી શકતા નથી તે નાગનું મોઢું કે પુંછડી પકડીને ગોળ દડો બની જાય પછી નાગ તેના પર એટેક કરે ત્યારે તેને કાંટા જ વાંગતો હોવાથી ઘાયલ થઈને મૃત્યુના શરણે થઈ જાય છે.
વિશ્વમાં તેની 20થી વધુ પ્રજાતિ જોવા મળે છે: 1.5 કરોડ વર્ષ પહેલા તે પ્રથમવાર જોવા મળ્યો હતો : ભય લાગે ત્યારે સખ્ત કાંટાળો ગોળો બની જાય: માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ સૌથી વધુ થાય છે: તેના શરીરે શાહુડી જેવા તીક્ષ્ણ કાંટા હોય છે, જે તેને સ્વ બચાવમાં કામ આવે છે
તે કાંટાળુ સસ્તન પ્રાણી છે, અને 8 થી 10 વર્ષ તેનું આયુષ્ય હોય છે: 45 સે.મી. લાંબો ખાડો ખોદવા માટે સક્ષ્મ હોય છે: શેળો નાના જંતુઓ, દેડકા, પક્ષીના ઈંડા, સાપ કે વિંછીનો આહાર કરે છે: તે ભારત અને પાકિસ્તાનમાં સૌથી વધુ જોવા મળે છે
કાંટાળા માસ્ક વાળા ચહેરાથી જાણિતા આ વિચિત્ર પ્રાણીનું વજન 435 ગ્રામ હોય છે
શેળો ભારત-પાકિસ્તાનમાં વધુ જોવા મળે છે. જે મુખ્યત્વે રેતાળ કે રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. જોકે અન્ય વાતાવરણમાં ઘણીવાર જોવા મળે છે. તે એરિનેસીડ ફેમિલી કુળનું છે અને તેની જાતી પેરાચિનસ છે. ભારતીય શેળાની તુલના લાંબા કાનવાળા હેજહોગ હેમીચીનસ ઓરીપ્સ સાથે કરી શકાય છે. તે કાંટાળા માસ્કવાળા ચહેરાથી જાણીતું છે. જેનું વચન 435 ગ્રામ જેટલુ હોય છે. તેની પૂંછડી 2 થી 4 સે.મી. હોય છે. નાનુ માથુ લાંબુ નસકોરૂ, નાની કાળી આંખો અને મોટા કાન ધરાવતું આ પ્રાણી વિચિત્ર લાગે છે. નાનકડા ભૂખરા પગ હોય છે.
શેળો કે શેરો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (1972)ની અનુસુચિ ચાર હેઠળ સંરક્ષીત પ્રજાતી છે. ભારતીય શેરોમાં મેડુલા ઓબ્લોન્ગાટા અને પોન્સમા ઘણો એસિડ ફોસ્ફેટ હોવાથી તેના મગજમાં રકત કૌશીકામાં કામ કરવાની રીત ને અનુસરે છે. તેનું મગજ પાવર ફૂલ હોવાથી તે લાંબો ભોયરા જેવો ખાડો જમીનમાં ખોદવાની ક્ષમતા ધરાવે છે. તેમનો મુખ્ય ખોરાક નાના જીવજંતુ, દેડકા, પક્ષીના ઈંડા, વીંછી, સાપ જેવા વિવિધ જીવો છે. ખોરાકની અછત હોય ત્યારે તે તેના પાચન ક્રિયાને ધીમુ કરવાની શકિત ધરાવે છે. તેને શિકારીથી બચવા કુદરતે ઉપરના ભાગે કરોડરજજુ હોય છે.તે જમીનની અંદર ઉંડી બખોલ બનાવીને તેમાં આરામ કેઉંઘ કરે છે.
તે મુખ્યત્વે નિશાચર પ્રાણી છે. કોઈપણ અજાણી વસ્તુની ગંધ કે સ્વાદ ચાખવા તે પોતાની લાળ ફેલાવે છે જે કરોડરજજુ મારફતે મગજને જણાવે છે. વિચિત્રવાતતો એ છેકે નર અને માદા માત્ર પ્રજનન માટે મળે છે. નર કરતા માદા નાની હોય છે. અને ત્રણ બચ્ચાને જન્મ આપે છે, અને નરની મદદ વગર માતા પોતે એકલીબ બચ્ચાને ઉછેરે છે.
તેનો શિકાર પણ અજીબો ગરીબ રીતે અન્ય પ્રાણીઓ કરતા હોય છે. તેના જાણીતા શિકારીઓમાં શિયાળ, ગ્રેવાંદરા, પહાડી શિંગડાવાળા ધુવડનો સમાવેશ થાય છે. આ શિકારી શેળો જયારે પોતાના કાંટાદાર ગોળ બોલે બનાવે તે પહેલા જ તેને દબોચી લેતા હોય છે. શિકારી તેને સતત નિરીક્ષણ કર્યાબાદ તેને છીનવી લેવા માટે ત્વરીત, ઝડપી નિર્ણય લઈને સક્રિયતા બતાવવી પડે છે. ઘણીવાર શેળાની ચપળતા વધુ હોવાથી તે શિકારીના હાથમાં ન આવતા તેને ઈજા પહોચાડી પણ શકે છે.
શેળો કે શેરા છેલ્લા 15 મિલિયન વર્ષોથી થોડા બદલાવ સાથે જોવા મળી રહ્યો છે. ઘણા પ્રથમ સસ્તન પ્રાણીઓની જેમ તે પણ નિશાચર જીવન શૈલીને અનુકુળ થયા છે. હેજહોગ નામનો ઉપયોગ 1450 સાલ ની આસપાસ થવા લાગ્યો છે. તેના વિવિધ નામો વિશ્વમાં પ્રચલિત છે. જેમાં હેગરોઝ, હોજ, હોગ, તેના ડુકકર જેવા સ્નોટને કારણે ,અર્ચિન, હેેજપીગ, ફર્જ અને પિગ નો સમાવેશ થાય છે.
હાલ વિશ્વમાં સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના ભાગોમાં અને ન્યુઝિલેન્ડમાં જોવા મળે છે. અહિં તેની પાંચ પ્રજાતિઓમાં કુલ 17 પ્રજાતિના શેળા જોવા મળે છે. આજે ઓસ્ટ્રેલીયામાં વતની કોઈ હેજહોગ નથી, તો અમેરિકામાં પણ તેની કોઈ જીવંત પ્રજાતિઓ નથી જોકે લુપ્ત થયેલ જીનસ ઐન્ફેચીનસ એક વખતે ઉતર અમેરીકામાં જોવા મળતી હતી. બ્રિટનની રાષ્ટ્રીય પ્રજાતી તરીકે બ્રિટનનું પ્રિય સસ્તન પ્રાણી તરીકે તાજ પહેરાવ્યો હતો આજે વિશ્વભરમાં તેની સંખ્યા ઘણી ઘટતી જાય છે. જેમા માર્ગ અકસ્માતમાં તેના થતા મૃત્યુના કારણો વિશેષ છે. ત્યાં તેમનો મુખ્ય ખોરાક કૃમિ, ભૃંગા, ગોકળગાય, કેટરપીલર, ઈટર વિગ્સ અને મિલિપીડ્સ હતા.
હેજ હોગ તેમના નામ પ્રમાણે આફ્રિકન પિગ્મીહેજહોગ્સ મધ્ય અને પૂર્વ આફ્રિકાના વતની છે. આ પૈકી મોટાભાગના હકિકતમા બે પ્રજાતિઓની વર્ણ શંકર છે. જેમાં ચાર અંગુઠા વાળા અને અલ્જેરિયન હેગહોગ મુખ્ય છે.