જજ પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ કર્યો હાથ ફેરો
પૂર્વ કચ્છનાં આદિપુરમાં વધુ બે મકાનોનાં તાળા તોડી ૯૦ હજારની ચોરી થતા પોલીસનું નાક કપાઈ ગયું છે. ચોકાવનારી વાત એ છે કે ન્યાયધીશોના મકાનનેનિશાન બનાવી રહ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ આદિપુરના વોર્ડ ૨ બી પ્લોટ નં. ૩૪૦ ખાતે રહેતા ન્યાયાધીશ કિર્તિસિંહ પ્રધાનજી ઠાકોરના મકાનમાં ચોરી થઈ હતી. તેઓ દિવાળીના પર્વમાં પોતાના પરિવાર સાથે વતન ગયા હતા.
અજાણ્યા આરોપીઓએ મકાનના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના સીકકા તથા એક લેપટોપ સહિત કુલ રૂ. ૯૦ હજારની ચોરી કરી હતી બાજુમાં આવેલા અન્ય મકાનના પણ તાળા તોડવામાં આવ્યા હતા. તા.૧૧.૧૧ના પરત આવતા ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.