અબતકની મુલાકાતમાં ચારણ સમાજના આગેવાનોએ પ્રતિમા માટે સરકાર પાસે જમીનની માંગણી અંગે આપી વિગતો ;23 માર્ચે યોજાશે મીટીંગ

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આવનાર દિવસોમાં ચારણ સમાજના વીર  યોદ્ધા જય આપા વિહળ રાબા ની પ્રતિમા ના દર્શન થશે.અબ તકની મુલાકાતે આવેલા ચારણ સમાજના આગેવાનો પ્રકાશભા ગઢવી, દાદભા લાંગા, દેવરાજભા ગઢવી, સુનીલભા ગઢવી અને જયુભા ગઢવીએ તો વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા માં જગદંબા આવડ પરિવાર ના અનેક સભ્યો સત્યના ખાતર અનેક વાર અનેક વિસ્તારોમાં રાષ્ટ્રરક્ષા સમાજ અને સંસ્કૃતિ માટે બલિદાનનો આપતા રહ્યા છે,

આવા જ એક પ્રતાપી પુરુષ એટલે આપા વિહળ રાબા થી સૌરાષ્ટ્રના ઘણા લોકો કદાચ “અજાણ” હશે પણ આપા વિહળ રાબા શહીદોની નામાવલીમાં સંસ્કૃતિ કાજે શહીદ વોહરી અમર બની ગયા છે, આવા આપા વિહળ રાબા ની રાજકોટમાં કોઈ સારી જગ્યાએ પ્રતિમા અનાવરણ કરવા માટે સમાજે નેમ લીધી છે ,આ માટે ચારણ સમાજના આગેવાનોને આહવાન કરવામાં આવ્યું છે આ માટે તારીખ 23 માર્ચ ના રોજ ખોડીયાર નગર ગોંડલ રોડ ખાતે સાંજે 7:30 વાગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં જોડાવા માટે અગાઉથી પ્રમુખ પ્રકાશભાઈ ગઢવી 93 284 68900 પર નામ નોંધાવવા આહવાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.