અબતક, નવીદિલ્હી
ભારત દેશ વિવિધ ધર્મો અને સાથે રાખી ચાલનારો દેશ છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં જાહેરાત કરી છે કે આદિ ગુરુ શંકરાચાર્ય કે જેઓ ધાર્મિક લીડરની સાથે ફિલોસોફર પણ હતા એટલુંજ નહીં તેમને માનનારો વર્ગ પણ ખૂબ મોટો છે ત્યારે આ તમામ પરિબળોને ધ્યાને લઇ મધ્યપ્રદેશ સરકારે બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે તેઓની મૂર્તિને પ્રસ્થાપિત કરાશે. આ અંગે મધ્યપ્રદેશ સરકાર દ્વારા મીટિંગ પણ યોજવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસે વિરોધ દરસાવતા કહ્યું, મધ્યપ્રદેશ 2.5 લાખ કરોડના દેણામાં છે,
જેમાંથી રાજ્યને બહાર લાવવું ખુબજ જરૂરી
આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે મધ્યપ્રદેશ રાજ્ય 2.5 લાખ કરોડના દેણામાં છે. જેથી મહત્વનું એ છે કે ઝડપભેર રાજ્યને દેવા મોકલો બનાવવા માટે સરકાર વિચારણા કરે એટલું જ નહીં આદિ ગુરુ શંકરાચાર્ય ની જે મૂર્તિ પ્રસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે તે માટે સર્વપ્રથમ રાજ્યના બજેટમાં તે રકમની ફાળવણી કરે ત્યારબાદ જ વિપક્ષ દ્વારા આ પ્રોજેક્ટને માન્ય રાખવામાં આવશે. એટલે દેશના મુખ્ય મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિ 108 ફુટ મોટી હશે અને તેને સ્ટેચ્યુ ઓફ વનનેસ કહેવામાં આવશે. આદિ ગુરુ શંકરાચાર્ય ની મૂર્તિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવશે.
માંધાતા શિખરો માં 7.5 હેક્ટરના એરિયામાં આ મૂર્તિ ઉભી કરવા માટે સરકાર મહેનત કરી રહ્યું છે એટલું જ નહીં ગુરુકુલને પણ નર્મદા તટ ઉપર બનાવવામાં આવશે. આ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એ માહિતી આપતાં કહ્યું હતું કે ઓમકારેશ્વર ખાતે જે શંકરાચાર્યજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે તે તે સૂચક છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. સામે મધ્યપ્રદેશ સરકાર વિવિધ લોન લઇ રહી છે, ત્યારે દેણું જે ઉભું થયું છે તેની ભરપાઈ કરવી આવશયક છે.