સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ક્રિકેટ એસોસિએશનને સાઈડ લાઈન ન કરી શકાય.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCIનું બંધારણ ઘડતા સમયે ત્રણ પસંદગીકારો રહેશે તે વાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત કોઈ યોગ્યતા પણ નક્કી થઈ ન હતી કે પસંદગીકારે કેટલાં ટેસ્ટ ખેલ્યાં હોય તે જરૂરી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી BCCIનું બંધારણ નક્કી નથી થતું ત્યાં સુધી કોઈ જ એસોસિએશન ચૂંટણી ન રોકી શકે.

 

 BCCI V/S COABCCIના અધિકારી છેલ્લાં કેટલાંક સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA) સાથે લગભગ દરેક મુદ્દે વિવાદ કરતાં જોવા મળે છે.
પોતાના આ સ્ટેટટસ રિપોર્ટમાં COAને કોર્ટને જણાવ્યું હતું કે, BCCIના બંધારણ મુજબ આ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.COAએ કોર્ટને ભલામણ કરી હતી લોઢા સમિતિની ભલામણ અંતર્ગત નવું બંધારણ જ્યાં સુધી ન અપનાવે ત્યાં સુધી AGM પર પણ નિર્દેશ આપે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.