એમજીવીસીએલ, શિવ પરિવારના સૌજન્યથી

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલને એમજીવીસીએલના આર્થિક સહયોગ અને શિવ પરિવારના સૌજન્યથી રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે અદ્યતન પોર્ટેબલ એક્સ-રે મશીન અર્પણ કરવામાં આવ્યું છે. રૂા.૩.૯૦ લાખની કિંમતનું આ અદ્યતન મશીન મળવાથી કોરોના સંક્રમિત દર્દીઓની સારંવાર કરવામાં વિશેષ મદદ મળી રહેશે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા સાડા ત્રણ માસથી કોરોના  માહામારી સામે દેશ ઝઝૂમી રહ્યો છે. આ માટે જરૂરી તમામ સાધનો માટે સરકાર તરફથી  ઉપલબ્ધ કરવામાં આવે છે. સાથે જ સેવાકીય સંસ્થા-દાતાઓ તરફથી પણ સહયોગ મળી રહ્યો છે. તેની કડીમાં  માત્ર એક પત્ર લખવાથી  એમજીવીસીએલ તરફથી રૂા. ૩.૯૦ લાખનું અદ્યતન એક્સ-રે મશીન મળ્યું છે. જેનાથી કોરોના સંક્રમિત દર્દીઓની સારંવારમાં વિશેષ મદદ મળી રહેશે અને મહત્તમ દર્દીઓને સાજા કરી શકાશે.

આ મહામારીથી ભલભલા ડરી ગયા હતા ત્યારે, ડોક્ટર સહિત તમામ મેડિકલ સ્ટાફે સતત માનસિક તણાવ સાથે એક પણ રજા ભોગવ્યા વગર જવાબદારીપૂર્વક કામ કરી અનેક દર્દીઓને સ્વસ્થ કર્યા છે. અહીંના ડોક્ટર કે અન્ય આરોગ્ય સેવા સાથે જોડાયેલા કોઈ કર્મચારી પણ વિના સંકોચે ફોન-પત્રથી રજૂઆતો કરી શેકે છે. જેને સરકારમાં પહોંચાડી અને અમારા સ્તરેથી પણ યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. ઉપરાંત તેમણે આ કપરી પરિસ્થિતમાં લોકોની સેવા માટે રાજ્ય-શહેરની જનતા વતી ડોક્ટર સહિત આરોગ્ય સેવામાં જોડાયેલા તમામ અધિકારી-કર્મચારીઓનો આભાર માન્યો હતો અને પ્રાપ્ત થયેલા અદ્યતન સાધનોની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. આ તકે ડો. વિજય શાહે જણાવ્યું કે, મંત્રી યોગેશભાઈ પટેલ અને શિવ પરિવાર આ મહામારીના સમયમાં હોસ્પિટલ ડોક્ટર્સ માટે જરૂરી કોઈ પણ સાધનો-સહયોગ માટે સતત ખડેપગે રહી છે.  એમજીવીસીએલના માધ્યમથી આ પોર્ટબલ એક્સ રે મશીન મળવાથી દર્દીઓની સેવા કરવામાં ખૂબ મોટી મદદ મળશે. તેમ શાહે જણાવ્યું હતું.  આ પ્રસંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડટ વિશાલાબેન, ડીન વર્ષાબેન એમજીવીસીએલના પરેશ રાણપરા, વુડાના સીઈઓ અશોક પટેલ, ડો. મીનાક્ષીબેન, ડો ચિરાગભાઈ સહિતના ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.