રાજકોટ આર્ટ સોસાયટીના કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન
અબતક,રાજકોટ
રાજકોટ આર્ટ સોસાયટીના કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન તાજેતરમાં શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રાજકોટ ખાતે કરવામાં આવ્યું જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી ડોક્ટર પ્રદીપ દવ મેયર, ડોક્ટર દર્શિતાબેન શાહ ડેપ્યુટી મેયર ,પુષ્કર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ,સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ ,વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર તેમજ સ્ટેન્ડિંગ સભ્ય મનીષભાઈ રાડીયા એ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું હતું જેમા રાજકોટના વરિષ્ઠ તેમજ યુવા 28 કલાકારો એ ભાગ લીધો છે.
પ્રદર્શન દરમિયાન મેયર ડો. પ્રદીપ દવ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજકોટ તેમજ ગુજરાતના કલાકારો ને રૂપિયા 7 કરોડના ખર્ચે માત્ર બે વર્ષમાં એક અદ્યતન ગેલેરી આ જગ્યા ઉપર નવ નિર્માણ થશે જે ભારતની અન્ય ગેલેરી ની સરખામણીમાં બેનમૂન હશે. સાથે સાથે આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલા કલાકારના સર્જન રૂપે કૃતિ નિહાળી અભિભૂત થયા હતાઅને જણાવ્યું કે ખૂબ જ ટૂંકા સમયમાં અત્યાધુનિક ગેલેરી નું સપનું રાજકોટના કલાકારોનુ અમે પુરૂ કરીશું.રાજકોટ સોસાયટીના પ્રમુખ ઉમેશભાઈ ક્યાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રદર્શન જાહેર જનતા માટે નિ:શુલ્ક તારીખ 21 સુધી ખુલ્લું રહેશે.
આ સાથે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ દ્વારા રાજકોટ સોસાયટીના પ્રમુખ ઉમેશભાઈ ક્યાડા તેમજ તેમની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આ ગેલેરી ની માંગ ધુણો ધખાવીને કરી રહ્યા છે જે ટૂંક સમયમાં મેયર પ્રદીપભાઈ ડવ તેમજ તેમની ટીમ દ્વારા પુરૂ કરવામાં આવશે જેની ખાતરી જતાવી આ સાથે રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશ ક્યાડા એ આનંદ વ્યક્ત કરી જણાવ્યું કે આ સગવડ માત્ર રાજકોટના કલાકારોને નહીં પણ સમગ્ર ગુજરાત તેમજ ભારતભરના કલાકારો માટે રાજકોટના આંગણે કલાકારોના મંદિર સમાન એક ગેલેરી મળશે જેનો અમને અત્યંત આનંદ છે.