- ‘અબતક’ની મુલાકાતમાં આયોજકોએ મગજ કસવાની પ્રતિભા સંપન્ન સ્પર્ધા અંગે આપી વિસ્તૃત વિગતો
ભણતર સાથે ગણતર વિદ્યાર્થીને પ્રતિભાશાળી વ્યક્તિત્વ અપાવવામાં નિમિત બને છે, માઈન્ડ વિઝ બ્રેન ડેવલોપમેન્ટ એજ્યુ પ્રાઇઝ દ્વારા રવિવારે 15 સપ્ટેમ્બરે સવારે 9:00 થી 9:30 દરમિયાન કુવારવા રોડ હોટલ ફર્ન ખાતે સ્પર્ધાનું ઉદઘાટન થશે .
આ અંગે અબતક ની મુલાકાતે આવેલા મેહુલભાઈ સિહોરા પ્રિયવદરભાઇ ભટ્ટ ,હેતલબેન શેખલીયા અને હિતારથીબેન શેખલીયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે માઈન્ડ વિઝ એજ્યુ પ્રાઇઝ છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા છે, અને એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધી યાદશક્તિ માટે ટ્રેનિંગ આપવામાં આવી છે .
ગુજરાતના મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત ,વડોદરા ,સુરેન્દ્રનગર, લીંબડી ,મોરબી, અમરેલી, કાલાવડ ,બોટાદ, જસદણ અને ગોંડલની સ્કૂલોમાં વર્કશોપ ચલાવવામાં આવે છે 2018 થી ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ મેમરી ચેમ્પિયનશિપ નું આયોજન કરે છે જેમાં જુદી જુદી આઠ સ્પર્ધાઓ રાખવામાં આવે છે રવિવારે 15મી સપ્ટેમ્બરે સવારે 9:00 વાગે હોટલ ફન્ માં ઉદ્ઘાટન બાદ પાંચ થી આઠ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.માઈન્ડ વિઝ એજ્યુ વિઝદ્વારા 15 સપ્ટેમ્બર 2019 થી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. ગુજરાત મેમરી ચેમ્પિયનશિપ મેમરી સ્પોર્ટ્સની એક અનોખી સ્પર્ધા છે જેમાં સ્પર્ધકો તે નિશ્ચિત સમયગાળામાં શક્ય તેટલી વધુ માહિતી યાદ રાખવાની હોય છે ,
પ્રથમ ગુજરાત મેમરી ચેમ્પિયનશિપ 2018માં અમદાવાદમાં યોજાય હતી આ સ્પર્ધા માં કુલ 85 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વર્ષની સ્પર્ધા મેમરી સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન ની હાજરીમાં લેવામાં આવશે.
આખા દિવસ ચાલનારી સ્પર્ધામાં આઠ મેમરી ઇવેન્ટ ના રૂપમાં સ્પર્ધાઓ લેવાશે ,સવારે 9 થી 9:30 ઉદ્ઘાટન બાદ સાંજે પાંચ થી આઠ માં સન્માન સમારો માં વિજેતાઓને ટ્રોફી અને મેડલ આપવામાં આવશે ,આ સ્પર્ધામાં કેટેગરી મુજબ મેડલ અને ટ્રોફી અપાશે તેમાં કિડ કેટેગરીમાં 32 , જુનિયર કેટેગરી 48 મેડલ ,એડલ્ટ કેટેગરીમાં આઠ મેડલ ,અને કુલ 13 ટ્રોફીઓ એવોર્ડના રૂપમાં આપી સન્માન કરવામાં આવશે. ચેમ્પિયનશિપને સફળ બનાવવા માટે તપોવન સ્કૂલ ,પંચશીલ સ્કૂલ, ઉદગમ સ્કૂલ ,રેઇનબો સ્કૂલ ,ધન્યતા એસોસીએટ તેમજ ઇન્ડિયન ફોરેસ્ટ સૌરાષ્ટ્ર તથા ધર્મ યાત્રા મહા સંઘ નો સહયોગ મળી રહ્યો છે સ્પર્ધા વિદ્યાર્થીઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે નિમિત બનશે તેમ મનોવિજ્ઞાનિક અને મેમરી કોચ મેહુલભાઈ સિહોરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો