23 થી 25 સપ્ટેમ્બરના રોજ દેશભરના ખ્યાતનામ આંખના તબીબો દ્વારા વિચાર મંથન સાથે સારવાર સર્જરી માટે અધ્યતન સાધનો અને વિજ્ઞાન વિષે વર્કશોપ અને પ્રદર્શન

રાજકોટ-સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનું તબીબીક્ષેત્રે પણ આગવું સ્થાન છે. આગામી તા.23 થી 25ના રોજ રાજકોટ ખાતે રાજકોટ ઓફયલ્મીક સોસાયટી દ્વારા ઈમ્પેકટ ર0રર રાજયકક્ષાની કોન્ફરન્સ યોજાઈ રહી છે. ઈમ્પેકટ-ર કોન્ફરન્સમાં દેશભરના આંખના નિષ્ણાંત તબીબો તેમના જ્ઞાનનું આદાન પ્રદાન કરશે. આ કોન્ફરન્સમાં દેશના ખ્યાતનામ તબીબો આ ક્ષેત્રમાં આવેલા અતિઆધુનિક સંશોધનનો અંગે તેમનું બહોળું જ્ઞાન ઉપસ્થિત તમામ તબીબો સમક્ષ રજુ કરશે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તબીબો માટે આ કોન્ફરન્સ કોરોનાકાળ બાદ વધુ મહત્વની બની રહેશે.

રાજકોટ ઓયેલ્મીક સોસાયટી તથા ઓલ ગુજરાત ઓફથેલ્મીક સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આંખના ડોકટરોની રાજયકક્ષાની આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

DSC 2803

કોન્ફરન્સ અંગે માહિતી આપતા ઈમ્પેક્ટ 2022 કોરકમિટીના ડો, દિલીપ અગ્રવાલ, ડી કેતન બાવીસી, ડો ધર્મેશ શાહ, ડો. યોગેશ ખાંડવી, ડો સુકેતુ ભપ્પલ, ડો સંદીપ વિસાણી તથા ડો મુકેશ પોરવાલા સહીતના તબીબોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “કોરોનાકાળના લાંબા વિરામબાદ રાજયકક્ષાની કોન્ફરન્સ રાજકોટમાં ચોજાઈ રહી છે, જેની ઓફથેલ્મીક તબીબોમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. દેશના ટોચના તબીબો આ કોન્ફરન્સમાં આવતા હોવાથી નવોદીત તબીબો તથા તમામ તબીબ આલમ માટે આ કોન્ફરન્સ જ્ઞાન મેળા સમાન બની રહેશે. જેમાં 3ડી ટેકનોલોજીથી વિડિઓ બેઝ લર્નિંગ થશે તથા પોસ્ટ ગ્રેજુએટ વિદ્યાર્થીઓ માટે સર્જીકલ સ્કીલ ટ્રાન્સફર કોર્ષનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.

અહીં તમામ આધુનિક ઉપકરણો અને સાધનોની પણ પ્રસ્તુતી કરવામાં આવશે. જેથી તબીબીક્ષેત્રની નવી શોધ અને પ્રણાલીથી તમામ ઉપસ્થિત આંખના તબીબો વાકેફ થઈ શકશે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન તા.ર4ના રોજ ડો. નિમિત ઓઝા (જાણીતા યુરોલોજીસ્ટ અને લેખન)ના હસ્તે થશે. કોન્ફરન્સના સફળ બનાવવા માટે આર.ઓ.એસ વિવિધ ટીમો, ફાર્માસ્યુટીકલ કંપનીઓ તેમજ આંખના સાધનો બનાવતી વિવિધ કંપનીઓનો પણ વ્યાપક સહયોગ મળ્યો છે. રાજકોટના રીજન્સી લગુન ખાતે આ કોન્ફરન્સની તડામાર તૈયારી થઈ રહયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.