- વિવિધ પરિબળોથી સુસજ્જ રાજકોટ સ્ટાર્ટઅપ માટેનું ઉત્તમ સ્થાન
- વિકાસ માટે પારદર્શકતા, સમયબદ્ધતા ,બદલાવ ખુબજ જરૂરી
- નાના ઉદ્યોગોને નાણાં પુરા પાડવા સિડબી સૌથી અવવલ, સ્ટાર્ટઅપ માટે આશિર્વાદરૂપ
- એક્ઝિમ બેન્કની ’ઉભરતે સિતારે’ પ્રોગ્રામ એસએમઇ, અને સ્ટાર્ટઅપ કંપનીઓને પૂરતા નાણાં પુરા પાડવા માટે કાર્યરત: રાજકોટ સહિત મુંબઈના રોકાણકારોની સેમિનારમાં ઉપસ્થિતિ
દેશની અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી નિર્ણય લઈ રહ્યું છે. ત્યારે સરકારે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વિવિધ સંસ્થાઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે. હાલ સ્ટાર્ટઅપ ઉપર સરકાર અને નાણાકીય સંસ્થાઓ ખુબજ આગળ આવી રહ્યું છે. જેના માટે જીવીએફએલ આગામી પાંચ વર્ષ સ્ટાર્ટઅપને વધુ ઉભા કરવા કુલ એક હજાર કરોડ રૂપિયા પંપ કરશે. વધુમાં રાજકોટ એક માત્ર એવું શહેર છે જે સ્ટાર્ટઅપ માટેનું એક ઉત્તમ પરિબળ છે . રાજકોટ પાસે પૂરતો મેનપાવર છે પરંતુ સામે પ્રશ્નો પણ એટલા જ ઉભા થયા છે.
સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. બીજી તરફ એસએમઇને નાણાં પુરા પાડવા સિડબી સૌથી અવવલ છે અને સ્ટાર્ટઅપ માટે આશીર્વાદ રૂપ છે. ત્યારે સફળતા મેળવવા માટે કાર્યક્ષમતા હોવી જરૂરી . રાજકોટના ઉદ્યોગકારો માટે કાર્યક્ષમતા ખુબજ જરૂરી છે. જીવીએફએલ 3 દાયકા જુની છે જે નાના ઉદ્યોગોને બેઠા કરવા માટે ખુબજ ઉપયોગી છે. ગુજરાતમાં 14 જેટલા ઈંક્યુબેટર છે જે સ્ટાર્ટઅપ માટે અત્યંત કારગત છે. સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં આવશે તે વિકસિત કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નાના અને નવા સ્થાપિત થયેલા ઉદ્યોગો માટે જીવીએફએલ ખુબજ આતુર છે.
અથર્વ વેન્ચર નાના ઉદ્યોગોને બેઠા કરવા અને આર્થિકસહાય પુરી પાડવા માટે અત્યંત ઉપયોગી : દર્શન આહીયા
અથર્વ વેન્ચરના દર્શન આહીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કંપની નાના ઉદ્યોગોને બેઠા કરવા માટે અને તેઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ખૂબ ઉપયોગી ભૂમિકા ભજવે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગોને બેઠા થવા માટેની તાતી જરૂરિયાત ઊભી થઈ છે એટલું જ નહીં નાના ઉદ્યોગો પણ હવે આ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે આગળ આવી રહ્યા છે પરંતુ જો તેઓને યોગ્ય દિશા નિર્દેશ મળતો રહે તો તેઓને આ ઘણા ખરા પ્રશ્નો જે ઊભા થઈ રહ્યા છે તેનું યોગ્ય નિરાકરણ મળી શકશે. સૌરાષ્ટ્ર અને રાજકોટમાં જે પ્રમાણે એસએમઇ ઉદ્યોગો બેઠા થવા જોઈએ તે હજુ સુધી થઈ શક્યા નથી જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ જે બદલાવ અપનાવો જોઈએ તે અપનાવી શક્યા નથી અને તેમની જે મહત્વતા છે તેને તેઓ સમજી શક્યા નથી માટે આ પ્રકારના સેમીનાર આ ઉદ્યોગોને બેઠા થવામાં ખૂબ ઉપયોગી અને અસરકારક નીવડશે.
જીવીએફએલ નાના અને નવા વિચારોથી સજ્જ પ્રોજેક્ટોને નાણાકીય સહાય આપે છે : કમલ બંસલ
જીવીએફએલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કમલ બંસલે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કંપની સરકાર સાથે રહી નાના અને નવા વિચારોથી સુશજ ઉદ્યોગોને નાણાકીય સહાય આપવા માટે તત્પર છે. કંપની ઇંક્યુબેટર સેન્ટરો સાથે સંલગ્ન બની જે નવા પ્રોજેક્ટ કંપની દ્વારા બહાર પાડવામાં આવી રહ્યા છે તેના ઉપર ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને તેઓને નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આશરે 400 કરોડ રૂપિયા નું ફંડિંગ આ ઉદ્યોગોને બેઠા કરવા માટે અને ઉદ્યોગ સાહસી બનાવવા માટે કરવામાં આવેલું છે ત્યારે વધુને વધુ ઉદ્યોગો સરકારની આ યોજનાનો લાભ લઈએ તે એટલું જ જરૂરી છે. હાલના તબક્કે ઘણા ખરા ઉદ્યોગકારો નાણાકીય સહાય ન મળવાને બદલે તેમનો ધંધો થપ થઈ જતો હોય છે પરંતુ સરકારની ઘણી ખરી વિકાસલક્ષી યોજનાઓ એટલી સારી છે કે જે અંગેની જાણ હજુ સુધી આ ઉદ્યોગકારોને નથી. ત્યારે આ તમામ ઉદ્યોગકારોએ આ વાતને ગંભીરતાથી લઈ સરકારની વિવિધ યોજના અંગે માહિતી મેળવવી એટલી જ જરૂરી છે.
સૌરાષ્ટ્ર અને રાજકોટમાં વધુને વધુ સ્ટાર્ટઅપ ઉભા થવા જોઈએ : ડી.આર પરમાર
જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટઅપ સેલના ડી.આર પરમારે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રને રાજકોટમાં વધુને વધુ ચાર્ટ ઊભા થવા જોઈએ. રાજકોટ એન્જિનિયરિંગનું હબ છે અને ઉત્પાદન ક્ષેત્રે રાજકોટની ઘણી ખરી કંપનીઓ વૈશ્વિક ફલક ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકી છે. ત્યારે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની કંપનીઓએ પણ ખૂબ ગંભીરતાથી આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં વધુને વધુ ચાર્ટર ઉભા થવા તો જોઈએ સાથોસાથ ઉત્પાદનની સાથે સર્વિસ ક્ષેત્રમાં પણ હવે ઉદ્યોગકારોએ ઝંપલાવવું ખૂબ જ જરૂરી છે. આ કરવામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સફળતા હાસલ કરશે તો સમગ્ર વિશ્વમાં સૌરાષ્ટ્ર અને રાજકોટની તાતી જરૂરિયાત ઊભી થશે. સરકાર પણ નાના ઉદ્યોગોને વધુ વિકસિત કરવા માટે આગળ આવી રહ્યા છે અને દેશની અર્થવ્યવસ્થાની સાથોસાથ રાજ્યની અર્થવ્યવસ્થા બેઠી થાય તેના માટે નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરે છે.