શાળા સંચાલકોનો સમજુતી કરવાનો નનૈયો હવે ૧૦ દિવસ બાદ નિવેડો લેવાશે
ગઇકાલે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજય સરકાર અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે ફી-ટુ. પ્રોફિટ ફોર્મ્યુલા અંગેની બેઠક યોજાઇ હતી. માટે સ્કુલોમાં હવે ફીમાં નફાનું ધોરણ નિર્ધારીત કરાશે. સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને સંસ્થાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃતિઓ થાય તેટલો જ નફો ફીમાંથી મેળવવાના આદેશો આપ્યા છે ગઇ કાલની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મીટીંગમાં સરકારે ખાનગી શાળાઓ પાસેથી તેનો ફોર્મ્યુલા રજુ કરવા કહ્યું તો શાળા સંચાલકોએ પણ એ જ માંગ કરી હતી. તેમાં નિર્ણય લેવાયો કે ૧૦ દિવસ બાદ ફી નિર્ધારણની પોલીસીનું ઘડતર કરાશે બે કલાકની મીટીંગ બાદ અધિકારીએ જણાવ્યું કે શાળા સંચાલકો આ મુદ્દે કોઇ પ્રકારની સમજુતી કરવા ઇચ્છતા નથી મીટીંગ દરમ્યાન સરકારી અધિકારીઓ દરખાસ્ત કરી કે જો વિઘાર્થીઓ ફી ભરવા સક્ષમ ન થાય તો તેને તેના લીવીંગ સર્ટીફીકેટ પકડાવી દેવામાં આવે નહીં.
ત્યારે સંચાલકોએ સ્૫ષ્ટતા કરી હતી કે સરકાર પણ રકમ દર્શાવેલી હોલ ટીકીટ માટે મંજુરી આપતા નથી. સંચાલકોએ સરકારને રિકવેસ્ટ કરી કે સરકાર દ્વારા નકકી કરેલી નહીં પણ સંસ્થા દ્વારા નિર્ધારીત કરેલી ફી વાલીઓએ ભરવી જોઇએ. વધુમાં તેમણે ઉમેર્યુ કે સરકાર જે ફી નિર્ધારીત કરે છે તે કલેકશન ફી કરતાં ઓછી રહેશે તો રિફંડ ફી લેવામાં આવશે કારણ કે શિક્ષણની ગુણવતા જાણવી રાખવાની જવાબદારી સરકારની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,