બાળકના સારા જીવન ઘડતર માટે રાજય સરકાર કટીબઘ્ધ
માળીયા હાટીનાના ગડુ (શેરબાગ) માં રહેતા અરુણાબેન ભારથીની પુત્રી સહાયનો લાભ મેળવી કારકીર્દી ઘડી રહી છે
વર્તમાન સમયમાં આજે દરેક માતા-પિતાનું સપનું હય છે કે મારું બાળક ઉચ્ચ અભ્યાસ કરી ટોચનું સ્થાન પાપ્ત કરે ભલે માતા-પિતા ઓછું ભણીયા હોય પણ તેમનું બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે જેમ માતા-પિતાએ જીવનમાં મુશ્કેલી વેઠી તેવી મુશ્કેલીઓ તેમના પુત્ર કે પુત્રીને વેઠવી ન પડે પરંતુ કુદરત આગળ માનવનું જીવન પામર છે. જયારે ઘરના કમાવનાર પુરુષ વ્યકિત કોઇ સંજોગોવસાત કે આસ્કમિક મૃત્ય પામે ત્યારે તેમના કુટુંબ પર જાણે કે આભ ફાટી પડયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. એ સમયે બાળકોના માતા બાળકોના શિક્ષણ અને ભરણ પોષણની ચિંતા કરતા હોય છે. આના કારણે ઘરના કમાવનાર વ્યકિતનું આકસ્મિક અવસાન થાય ત્યારે આવા િ૫તાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણ વંચિત રહેવા ન પામે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે તે માટે રાજય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આવા બાળકો માટે સ્પોન્સરશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજય સરકાર દ્વારા સમાજનું કોઇપણ બાળક શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત ન રહે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને તેનું જીવન ઘડતર થાય તે માટે સરકાર કટીબઘ્ધ છે. આવી જ એક કુટુંબ પર વિપરીત પરિસ્થિતિ ઉભી થઇ તેની આજે વાત કરવી છે. જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ (શેરબાગ)માં રહેતા અરૂણાબેન નીલેશભાઇ ભારતીથી
અરૂણાબેન નીલેભાઇ ભારથી કે જેઓ મઘ્યભોજનમાં રસોયા તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ નીલેશભાઇનું આકસ્મિક અવસાન થતા તેમના પરિવાર પર જાણે કે આફત આવી પડી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. અરુણાબેનના પતિનું અવસાન થતાં અરુણાબેનને તેમની દીકરી અંકિતાના ઉછેરની સાથે તેને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સતત ચિતિંત રહેતા હતા. આવા કપરા સમય દરમ્યાન અરુણાબેનને રાજય સરકારની સ્પોન્સરશીપ યોજનાવિશે જાણકારી મળતા તેમના જીવનમાં એક આશાનું કિરણ દેખાયું આ યોજનાની જાણ થતાં અરૂણાબેને જીલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢની કચેરીએ પહોચતી ગયા. અરૂણાબેનને આ કચેરી દ્વારા યોજનાની વિગતવાર માહીતી આપવામાં આવતા ફોર્મ ભરી કચેરીમાં જમા કરાવી દીધું. જીલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીએ ફોર્મની ચકાસણી કરી સરકારની ગાઇડ લાઇન મુજબ સુસગત હોય જેથી અરૂણાબેનની અરજી માન્ય રાખી તેમની બાળકી અંકિતાને શિશુમંગલ સંસ્થા ખાતે રાખવામાં આવી હાલમાં અંકિતા આ યોજનાના લાભ થી ગડુ સ્થિત વીર ભગતસિંહ માઘ્યમિક અને ઉચ્ચ માઘ્યમિક શાળામાં અભ્યાસ કરી રહી છે.
આ યોજના હેઠળ અરૂણાબેનને રાજય સરકાર દ્વારા દર માસે અંકિતાના શૈક્ષણીક હેતુના સમાજ સુરક્ષા કચેરી તરફથી રૂા ૨૦૦૦ (બે હજાર રૂપિયા) સહાય ચુકવવામાં આવે છે. જે સહાય તેમની પુત્રી અંકિતાના અભ્યાસ અને ઉછેર પાછળ કરી રહ્યા છે.
સરકારની આ યોજનાથી અંકિતા આજે સારૂ એવું શિક્ષણ મેળવવાની સાથો સાથ તેમનામાં રહેલ પ્રતિભાને ખીલવવાની તક મળી છે. તેનો તે ભરપુર ઉપયોગ કરી રહી છે. આ યોજનાનો લાભ મેળવી રહેલ અંકિતા જણાવે છે કે આજે હું આ સહાયથી હું સારૂ શિક્ષણ મેળવવામાં સફળ થઇ છું અને ઉચ્ચ કાનું શિક્ષણ મેળવી ઉચ્ચ હોદા પર બેસીસ એવો મને પુરેપુરો આત્મ વિશ્ર્વાસ છે. અંકિતાએ વધુમાં જણાવ્યું કે આ યોજનાએ મારા જીવનમાં પ્રાણ પુર્યા છે . જેથી આજે મારે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું સાકાર થવાની સાથે સાથે મારી કારકીર્દી ઘડતર કરવા માટે આ યોજના મારા અને મારા કુટુંબ માટે આશીર્વાદ સમાન બની રહી છે. જેથી હું રાજય સરકારનો આભાર વ્યકત કરું છું. આમ આજે રાજય સરકારની સ્પોન્સરશીપ યોજનાએ જીલ્લાનાં અને રાજયના આવા બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાની સાથે કોઇપણ બાળક શિક્ષણના અધિારથી વંચીત ન રહેવા પામે તેવી પ્રતિભા દર્શાવે છે.