અમેરિકા, આફ્રિકા, યુરોપ અને મઘ્ય પેસિફિક વિસ્તારોમાં ૩ કલાક ૧૭ મિનિટ સુધીનો અવકાશી નજારો દેખાશે જો કે ભારતમાં ગ્રહણ નહીં દેખાય
દુનિયાના અમુક દેશો-પ્રદેશોમા આગામી સોમવાર તા. ર૧મી જાન્યુ. એ ખગ્રાસ ચંદ્રગહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. અમેરીકા, આફ્રિકા, યુરોપ, મઘ્ય પેસિફિક વિસ્તારોમાં ગ્રહણ જોવા મળશે. જો કે ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે સવંત ૨૦૭૫ પોષ સુદ પુનમ સોમવાર તા.ર૧મી જાન્યુ. ૨૦૧૯ ના કર્ક રાશિ, પુષ્પ નક્ષત્રમાં થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહી જયારે અમેરિકા, યુરોપ, આફ્રિકા, મઘ્ય પેરિફિસ પ્રદેશ વિસ્તારોમાં ૩ કલાકને ૧૭ મીનીટ સુધી અવકાશમાં નજારો નિહાળી શકાશે. વૈજ્ઞાનિકોએ પોતાની સુનિશ્ચીત જગ્યાની પસંદગી કરી લીધી છે.
સોમવારે રાજયમાં ગ્રહણ સંબંધી સમજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, નડીયાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, અંકલેશ્વર, નવસારી, બારડોલી, સુરત, વલસાડ, વાપી, ડાંગ, આહવા, ગોધરા, મહિસાગર, તાપી, મોડાસા, છોટા ઉદેપુર, વ્યારા, દાહોદ, રાજપીપળીયા હિંમતનગર, લુણાવાડા, રાજકોટ, મોરબી, ભુજ કચ્છ, ગાંધીધામ, અંજાર, સુ.નગર, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જીલ્લા તાલુકા મથકે જાથાના સદસ્યો, શુભેચ્છકો શાળા પોતાના વિસ્તારમાં લોકોને માહિતગાર કરી જાનજાગૃતિ કેળવશે.