દેશનું ચારધામોનું એક યાત્રાધામ હરીદ્વારના ગંગાઘાટ પર આવેલ પારેશ્વર મહાદેવ મંદિરમાં રૂદ્રાક્ષવૃક્ષ અને તેના સાનીધ્યમાં આવેલ ૧૨ જયોતીલીંગના દર્શનોનું અનોખુ મહાત્મય રહેલ છે. આ સાથે હરીદ્વારમાં આવેલ ભારતમતા મંદિરમાં આવેલ દરેક દેવી દેવતાની મૂર્તી સાથે દેશના દરેક રાજયોમાં આવેલ જુદા જુદા ધાર્મિક સ્થાનોનું સચિત્ર દર્શને અને દેશના મહાપુરૂષો અને રૂષી મૂનીની મૂર્તિનો અદભૂત નજારો જોવા મળે છે. અહી અનેક જોવા લાયક સ્થળમાં સૌથી મહત્વનું સ્થાન શીશમહલ પણ જોવા જેવો છે. કાચમાં કંડારેલ કૃષ્ણ અર્જુન રથ અને શીવની જટામાંથી ગંગાનું પ્રાગટય શીશમહલનાં દર્શનનો અદભૂત નજારો મળે છે. અહી અનેક જોવા લાયક સ્થળમાં સૌથી મહત્વનું સ્થાન શીશમહલ પણ જોવા જેવો છે. કાચમાં કંડારેલ કૃષ્ણ અર્જુન રથ અને શીવની જટામાંથી ગંગાનુ પ્રાગટય શીશ મહલનાં દર્શનનોઅદભૂત નજારો જોવા મળે છે. દેશવિદેશથી આવતા હજારો યાત્રીકો આ સ્થાની અચુક મુલાકાત લે છે.આ રીતે ઓખાના પ્રેસ પ્રતિનિધિએ હરીદ્વારના પવિત્ર સ્થાનકોની ઓળખ આપી છે.