સોમવારે સવારે 11 કલાકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે નરેન્દ્રભાઈ મોદી પાસેથી પ્રેરણા લેવા જેવી અનેક બાબતો જેમ કે ડગલે અને પગલે આપણને તેમની રાષ્ટ્રનિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્યર્ક્તાઓ પ્રત્યે અપાર પ્રેમ, વિચારધારા પ્રત્યેની અડગ શ્રધ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત રણટંકાર અને ભ્રષ્ટાચારીઓને અક્ષ્ામ્ય શિક્ષ્ાા જેવા ગુણોથી સમાજને પ્રેરણા મળે છે.
દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશાળ રાષ્ટ્રવાદની વિચારધારા,તેનું સમગ્ર જીવન-ક્વન, તેમણે દેશહિત માટે લીધેલા અનેકાનેક વિકાસલક્ષ્ાી નિર્ણયો, મન કી બાત સહિતના પ્રસંગોની યાદગાર ક્ષ્ાણોને આવરી લેતી કેનવાસ અને વોટર કલર પેઈન્ટીંગની પપ જેટલી કૃતિઓની પ્રદર્શનીનું ઉદઘાટન તા.17/10ના સોમવારે સવારે 11:00 કલાકે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ તકે શહેર ભાજપના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
ત્યારે આ તકે વધુમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર એ જણાવેલ કે દુબઈના ખ્યાતનામ આર્ટીસ્ટ અકબરસાહેબ ધ્વારા કંડારેલ અને આર્ટ એકઝીબીશન રાજીવ મેનન ધ્વારા ક્યુરેટ કરવામાં આવેલ નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્ય અને તેમણે દેશહિત માટે કરેલા કાર્યોના કેનવાસ અને આકર્ષક વોટરકલર પેન્ટીંગ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે અને શહેરીજનો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે તા.17/10 થી તા.રર/10 વિનામુલ્યે પ્રદર્શની નીહાળી શકશે.