આ યુદ્ધ 26 જુલાઈ 1999 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું.આ યુદ્ધ ને ઓપરેશન વિજય તરીકે ઓળખાય છે.આ યુદ્ધને 17 વર્ષ થઈ ગ્યા છે પરંતુ હજુ સુધી ભારતીય સૈનિકોની હિંમત આજે પણ લોકોના માનસ પર છવાયેલી છે
26 જુલાઈ, 1999ના રોજ ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર લડવામાં આવેલા ખતરનાક યુદ્ધમાં પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાના અનેક જવાનો શહીદ થયા હતાં અને તેમના એ જ બલિદાને ભારતને વિજયી બનાવ્યું હતું. આ પહેલા 1965 અને 1971માં પણ ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં પરાજય આપ્યો હતો. કારગીલ યુદ્ધના ત્રણેક મહિના પહેલા ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન ગયાં હતાં. પાકિસ્તાન સાથે શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે હેતુથી એક શાંતિ બસની શરૂઆત કરી વડાપ્રધાન પોતે તે જ બસમાં બેસી પાકિસ્તાન ગયા હતાં.
પાકિસ્તાને તે વખતે તોપોની સલામી સાથે ભારતને આવકાર્યું હતું. પરંતુ કહેવાય છે ને કે કૂતરાની પૂંછળી વાંકી તે વાંકી. ભારતના બધા જ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા અને તેના થોડા જ સમય બાદ તે જ તોપો દ્વારા ભારત સાથે યુદ્ધ થયું1999 નું યુદ્ધે એ જમ્મુ-કાશ્મીરના કારગીલ જિલ્લામાં પાકિસ્તાનના સૈનિકોની ઘૂસણખોરીને અટકાવી એમને ખદેડવા માટે થયું હતું 18000 ફૂટની ઊંચાઈવાળા કારગીલમાં શિયાળામાં તાપમાન -60 જેટલું નીચું હોય છે આ જ કારણથી આપણા જવાનો માટે કારગીલમાં રહીને સીમાની સુરક્ષા કરવી ખૂબ જ કઠિન છે.
જેને કારણે શિયાળામાં જવાનો આ પહાડી પરથી નીચે આવી જાય છે. આનો ફાયદો ઉઠાવી પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓના વેશમાં કારગીલ પહાડી પર કબજો જમાવી દીધો. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતે‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી.‘ઓપરેશન વિજય’ની શરૂઆત સાથે જ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ પાકિસ્તાનની સેના 18000 ફૂટની ઊંચાઈ પર હોવાથી ભારતને જવાબી કાર્યવાહીમાં પ્રાકૃતિક રીતે ખૂબ જ અડચણો નળી રહી હતી.જ્યારે ભારતે સત્તાવાર રીતે ઓપરેશન વિજયની શરૂઆત કરી ત્યારે સમગ્ર પાકિસ્તાન સરહદે મોટા યુદ્ધની તૈયારીના ભાગ રૂપે સેના ખડકવામાં આવેલી. પ્રાકૃતિક અવરોધો અને વૈશ્વિક સત્તાઓની નામરજી છતાં ભારતની આર્મી અને વાયુ સેના દ્વારા ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યુંયુદ્ધમાં આપણા 527 જેટલા બહાદૂર જવાનોએ શહીદી વહોરી. ભારતમાતાના એ વીર જવાનોની શૌર્યગાથાને આજે પણ દેશ યાદ કરે છે. કારગીલ યુદ્ધ એ વિશ્વના યુદ્ધ ઇતિહાસમાં એક અજોડ છે કારણ કે આ યુદ્ધ ફક્ત બે દેશ વચ્ચે જ નહિ પરંતુ સૌથી ઊંચાઈ પર લડવામાં આવેલ યુદ્ધ હતું.