વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ 17મી સપ્ટે.ને અનુલક્ષીને રાજકોટના કલાકારોએ તૈયાર કરેલ એક ખાશબર્થડે ગીત મોદીજી કા કયા કહના લોન્ચ થશે. તા.16મીને ગૂરૂવારે લોન્ચ થઈ રહેલા આ ગીતનાં રચયિતા અને સ્વરકાર દિનેશ બાલાસરા છે. જયારે શૈલેષ પંડયાના સંગીત નિર્દેશનમાં આ ગીતને હર્ષલ પંડયાએ સ્વર આપેલ છે.
રિધમ એરેન્જર દેવાંગ જાની, ઓડીઓ મિકિસંગ આસિફ શેખ તથા વિડીઓ એડિટર યોગેશ વ્યાસના સથવારે આ ગીત રાજકોટના ડાયનેસ્ટીક રેકોર્ડિંગ સ્ટુડિઓમાં રેકોર્ડ થયેલ છે. પરેશ પોપટ આર.ડી. ગ્રુપના સહયોગથી આ ગીતનું નિર્માણ તાજેતરમાં જેને ભારતની બેસ્ટ ચેનલનો એવોર્ડ મળ્યો એવી ફેસબુક રેડીઓ ચેનલ રાજકોટ લાઈવ રેડિઓ દ્વારા કરવામાં આવેલ છે.
મોદીજીના જન્મદિવસનું આ કદાચ પ્રથમ ગીત હશે જે રજૂ કરવાનો યશ રાજકોટ શહેરને મળી રહ્યો છે. આ ગીત તૈયાર કરનાર બધા જ કલા કસબીઓ રાજકોટના જ છે.જયારે ગીતનું નિર્માણ કરનાર ફેસબુક રેડીઓ ચેનલ રાજકોટ લાઈવ રેડીઓ પણ રાજકોટના જ નામથી ચાલી રહી છે.. અને સહયોગ પરેશ પોપટ અને આર.ડી. ગ્રુપ પણ રાજકોટનાં જ જાણીતા નામો છે.