રસીકરણ, પોષણનું મહત્વ, શિક્ષણ, સ્વચ્છતા અંગે પપેટ શો દ્વારા માર્ગદર્શન: બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો

સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકાકક્ષાએ તાલુકા હેલ્થ કચેરી અને તાલુકા સંકલિત બાળ વિકાસ કચેરીના સંયુકત ઉપક્રમે જોડીયા ગામ ખાતે તાજેતરમાં સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરા, તાલુકા સંકલિત બાળ વિકાસ અધિકારી જયશ્રીબેન જાની, આરોગ્યના સ્ટાફ, જોડીયા ગામની તમામ આંગણવાડી વર્કરો, બહેનો, ગ્રામ પંચાયતના સરપંચ, આગેવાનો તથા ગામની બાલિકાઓ ઉપસ્થિત રહી હતી.IMG 20181013 WA0067 1

આ કાર્યક્રમમાં સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આંગણવાડી વર્કર બહેનો અને આશા બહેનો દ્વારા રસિકરણ, પોષણનું મહત્વ, શિક્ષણ, પર્સનલ સ્વચ્છતા તેમજ જાહેર સ્વચ્છતા જેવા વિષયોનો સંદેશ પપેટ શો દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામની ૮૦ જેટલી દિકરીઓએ ભાગ લીધો હતો. સમાજમાં દિકરીઓની પરિસ્થિતિ તેની મુશ્કેલીઓ, કુપોષણ, શિક્ષણ, પર્સનલ હાઈજીન, દિકરા-દિકરી વચ્ચેનો ભેદભાવ વિગેરે વિષયો પર જુદા જુદા નિષ્ણાંતોએ વકતવ્ય આપ્યું છે. દિકરી વગરના સમાજની કલ્પના પર સમાજમાં ઉદભવતા પ્રશ્ર્નો અંગે સમાજના દરેક લોકોએ વિચારવું પડશે એમ તાલુકા બાળ વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.