એનીમલ હેલ્પલાઈન દ્રારા તા.૫ જુલાઈ, રવીવારે, ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે કતલખાના, ઈંડા, માસ ની લારી, દુકાનો બંધ રાખવાની રજુઆત કરવામાં આવે છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસ સમગ્ર ભારતભૂમિ પર બધા જ ધર્મના લોકોની જુદી જુદી રીતે ઉજવાતો હોય છે.
આ બધામાં એક સમાન વસ્તુ કહી શકાય તેવી તે બધા એક સાથે માને છે અને પૂજે છે તે છે ગુરૂ કોઈપણ હોય શકે સંત, મહાત્મા કે કોઈના ફાધર કે કોઈ એક સાધારણ શાખા કે કોલેજમાં ભણાવતા કોઈપણ ગુરૂ જ હોય છે શાળા એક એવી પહેલી જગ્યા છે જ્યાં એક બાળક તેના જીવનમાં પહેલી વખત ગુરૂના સંપર્કમાં આવે છે, અને ગુરૂ તેમને તેમના જીવનનો પવિત્ર ઉપદેશ આપે છે.
આ દિવસની પવિત્રતા અને સમસ્ત ભારત દેશના જન પરિવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી નો દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનું વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠક્કર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઇ પટેલ દ્વારા વિનંતી કરાઈ છે.