• તમારા જીવનનું “ચિત્ર” ભાગ્યાંક કરે છે નક્કી !!!
  • પ્રતિષ્ઠિત લોકો તેમના નામના અક્ષરોમાં પણ કરે છે બદલાવ જેનું મૂળ ભાગ્યાંક પર જ નિર્ભર છે

જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે અંક ઉપરથી ફલાદેશ કરવાની પદ્ધતિ. વસ્તુત: ગ્રહોની અસર તેમનાં સ્થાન ઉપરથી દર્શાવી શકાય છે અને હસ્તરેખાશાસ્ત્ર પણ વ્યક્તિનાં સ્વભાવલક્ષણ તેમજ ભવિષ્ય દર્શાવે છે તેમ અંકશાસ્ત્ર, અક્ષરગણિત ઉપરથી એટલે કે મનુષ્ય, પ્રાણી, દેશ, વસ્તુ વગેરેનાં નામ પરથી સ્વભાવ અને ભવિષ્યકથન કરનારું શાસ્ત્ર છે. પરંતુ સમય જતા અને વિજ્ઞાન અધ્યતન બનતા હવે અંક શાસ્ત્ર પણ લોકોમાં જે ભરોસો ઉભો કર્યો છે તે પણ એક અલૌકિક છે. ફિલ્મ સેલિબ્રિટી થી માંડી ઉચ્ચ અને પ્રતિષ્ઠિત લોકો પણ અંક-વિજ્ઞાનનો સહારો લઈ તેમનું જીવન સરળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. અંકશાસ્ત્ર એ કોઈ નાનો વિષય નહીં પરંતુ તેની અંદર અનેકવિધ શાખાઓ આવેલી છે જેનું યોગ્ય અભ્યાસ કરવાથી અને યોગ્ય ફરીથી પાડવાથી જાતકને તેનો પૂરતો અને મહત્તમ લાભ મળતો હોય છે.

અંકશાસ્ત્ર એક વિશેષ સિદ્ધાંતને અનુસરે છે. પ્રત્યેક પદાર્થને અંકથી ઓળખાવી શકાય છે. ગ્રીક અને હીબ્રૂ મૂળાક્ષરોમાં દરેકને તેનું અંકમૂલ્ય હોય છે. 1થી 9 અંકની ભિન્નભિન્ન અસરો અને તેનો ચોક્કસ પ્રભાવ આ ગણતરીથી નક્કી કરી શકાય છે.અંકશાસ્ત્ર મુખ્યત્વે મુલાંક અને ભાગ્યાંક ઉપર નિર્ભર છે. ત્યારે મૂલાંક શું છે ? ભાગ્યાંક શું છે ? તે અંગે દરેકે જાણવું જરૂરી છે. મૂલાંક એટલે જન્મ તારીખ ઉમેરીને બનેલી સંખ્યા. આ સંખ્યાઓ વ્યક્તિની પસંદ, નાપસંદ, તેનો સ્વભાવ, ભવિષ્ય વગેરેની સાથે તેના સંબંધો વિશે પણ ઘણુ બધુ જણાવે છે. જ્યારે ભાગ્યાંકનો ઉપયોગ જાતકની મહત્વપૂર્ણ તારીખ અને ઘટનાઓ અંગે જાણવા માટે થાય છે.

A special panel with Master Genel, a well-known Numerology expert
A special panel with Master Genel, a well-known Numerology expert

ભાગ્યાંકની ગણતરી મૂળાંકની ગણતરી કરતાં થોડી વિસ્તૃત હોય છે. આમાં જાતકની જન્મ તારીખ, મહિનો અને વર્ષ ત્રણેયને ઉમેરીને જે સંખ્યા પ્રાપ્ત થાય છે તે વ્યક્તિનો ભાગ્ય અંક કહેવામાં આવે છે. ત્યારે દરેક વ્યક્તિનું વ્યાજ ભાગ્યાંક તેમના જીવનનું ચરિત્ર નક્કી કરે છે. ભાગ્ય અંકનો ઉપયોગ જાતકની મહત્વપૂર્ણ તારીખ અને ઘટનાઓ અંગે જાણવા માટે થાય છે. ભાગ્યાંકની ગણતરી મૂળાંકની ગણતરી કરતાં થોડી વિસ્તૃત હોય છે. ભાગ્યાંકની ગણતરી મૂળાંકની ગણતરી કરતાં થોડી વિસ્તૃત હોય છે. અંક જ્યોતિષમાં ભાગ્યાંકનો ઉપયોગ મહત્વપૂર્ણ ઘટનાનો સમય કે તિથિ જાણવા માટે ખાસ કરવામાં આવે છે. નામનો અક્ષર બદલવું વગેરે પણ ભાગ્યાંકના આધારે જ નક્કી કરવામાં આવે છે.

લોકો પોતાના વ્યક્તિત્વ તથા ધંધાકીય જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરે છે આ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે અંકશાસ્ત્ર દ્વારા ઘણી હદે સોલ્યુશન લાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.