• છેલ્લા ચારેક વર્ષથી ઉજવાય છે ખાસ નવરાત્રિ
  • રાસ ગરબા રમીને મને છે મજા
  • માનવ જ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગો માટે ઉજવાય છે ખાસ નવરાત્રિ
  • દરરોજ અલગ અલગ મહિલા મંડળો આવે છે રાસ ગરબા રમવા
  • માનસિક દીવ્યાંગોને નવરાત્રિ પર્વની મહિમા અને માની ભક્તિ વિશે આપવામાં આવે છે સમજણ

ભૂજ પાલારા ખાતે આવેલ માંડવ જ્યોત સંસ્થા સંચાલિત પાલારા સેવા શ્રમ ખાતે રહેતા 70 વધુ માનસિક દીવ્યાંગો ભાઈ બહેનો માટે ખાસ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહી દરરોજ અલગ અલગ મહિલા મંડળો રાસ ગરબા રમવા આવે છે સાથે અહી વસવાટ કરતા દિવ્યાંગ ભાઇ બહેનો સાથે રાસ ગરબા રમી માનસિક દીવ્યાંગોને નવરાત્રિ પર્વની મહિમા અને માની ભક્તિ વિશે સમજણ આપવામાં આવે છે રાસ ગરબા રમવાની માનસિક દિવ્યાંગોની માનસિકતા દૂર થાય તે માટે માં જગદંબા પાસે સૌ સાથે મળી પ્રાર્થના કરે છે.

આ અંગે વધુ વાતચીત કરતા, માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ભૂજના અલગ અલગ મહિલા મંડળો પણ અહી દર વર્ષે રાસ ગરબા રમવા આવે છે. અહી દરરોજ અલગ અલગ મહિલા મંડળો રાસ ગરબા રમવા આવે છે સાથે અહી વસવાટ કરતા દિવ્યાંગ ભાઇ બહેનો સાથે રાસ ગરબા રમી માનસિક દીવ્યાંગોને નવરાત્રિ પર્વની મહિમા અને માંની ભક્તિ વિશે સમજણ આપવામાં આવે છે રાસ ગરબા રમવાની માનસિક દિવ્યાંગોની માનસિકતા દૂર થાય તે માટે માં જગદંબા પાસે સૌ સાથે મળી પ્રાર્થના કરે છે. રઘુવંશી મહિલા મંડળના માલા જોશી કહે છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મહિલા મંડળની 35 થી વધી બહેનો સાથે મળીને આવે છે અને ઘર પરિવારના સભ્યોની જેમ અહી માનસિક દિવ્યાંગ ભાઇ બહેનો સાથે રાસ ગરબા રમી અલગ પ્રકારની ખુશી વ્યક્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.