- મુખ્યમંત્રીએ વિશ્વ મહિલા દિને કરી જાહેરાત: રોડ-રસ્તાના કામ માટે ફાળવી શકાશે ગ્રાન્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વિશેષ ભેટ આપવામાં આવી છે. મહિલા ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામો માટે વર્ષ-2024-2025માં વિશેષ સવા કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેવી ઘોષણા કરી છે. છેલ્લા ઘણા વર્ષથી મહિલા ધારાસભ્યોને મહિલા દિને વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષ ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપવામાં આવી છે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે.મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2024 -25 ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.