કાન્હા વિચાર મંચ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય આયોજન
ભારતના અન્ય સમાજની સાથે સાથે આહિર સમાજના પણ ઇષ્ટદેવ ગણાતા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ટુંક સમયમાં આવનાર હોય જેમના જન્મોત્સવની આહિર સમાજ દ્વારા સતત બીજા વર્ષે વિશેષ ઉજવણી કરવા અંગે તાજેતરમાં સમાજના અગ્રણી ઓએ મીટીંગ યોજી નકકી કરાયું હતુ. શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષ ઉજવણીના ભાગરુપે આહિર સમાજના યુવાનો દ્વારા કાન્હા વિચાર મંચના ઓનલાઇન બ્લોગની પણ રચના કરવામાં આવી હોય જેમના નેજા હેઠળ બીજા વર્ષે પણ ગત વર્ષની જેમ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં ઇષ્ટદેવની ભકિતને પણ આધુનિક ટેકનોલોજીનો સાથ આપી કાન્હા વિચાર મંચ નામનો ઓનલાઇન બ્લોગ પણ રચવામાં આવ્યો છે. જેમાં દ્વારકામાં ઠાકોરજીનો જન્મોત્સવ શ્રેષ્ઠતમ રીતે મનાવી શકાય તે માટે યુવાનોની મદદ પણ લેવામાં આવી રહી છે.
યુવાનો તેમજ આહિર સમાજના લોકો ઘેર બેઠા જ ટેકનોલોજીની મદદથી આ બ્લોગના માઘ્યમથી કાન્હાના ગોવાળીયા બની જન્માષ્ટમીના કાર્યક્રમમાં તેમનું યોગદાન પ્રદાન કરી શકશે. આ બ્લોગમાં જોડાઇ સતત બીજા વર્ષે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને યાદગાર બનાવવા આહિર સમાજના યુવાનોને કાન્હા વિચાર મંચ દ્વારા અપીલ કરાઇ છે.