પુત્ર ઘર મૂકીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભળી જવાનું કહેતો હોવાનું પરિવારનું રટણ

yash missing boy

રાજકોટ ન્યુઝ

શહેરમાં મોરબી રોડ પરના ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-3માં રહેતાં અને હરિ ધવા રોડ પર મારૂતિ પાન નામે દૂકાન ચલાવતાં સોરઠીયા વેપારીનો એકનો એક પુત્ર તા. 20મીએ ગરબા જોયા બાદ પોતાના ઘરેથી પેલી રીતે લાપતા થતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી જેથી આ બનાવની જાણ તેને પોલીસને કરતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજો તપાસીયા હતા જેમાં મોરબી રોડ પરની એક પાનની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેથી હાલ પોલીસ દ્વારા તેની શોધ કોળા હાથ ધરવામાં આવી છે જ્યારે તેના પરિવારજનો દ્વારા એવું રટણ કરવામાં આવ્યું હતું કે તેનો પુત્ર તેમ કહેતો હતો કે તે એક દિવસ ઘર મુકીને જતો રહીશ અને સ્વામિનારાયણ માં ભળી જઇશ…તેવી ઘરમાં સતત વાતો કરતો હતો. જેથી પોલીસ દ્વારા આસપાસના ધાર્મિક સ્થળોમાં પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની કોઈ પણ ભાળ મળી ન હતી જેથી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.

વિગતો મુજબ બી-ડિવીઝન પોલીસે જુના મોરબી રોડ પર જકાત નાકા પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-3માં રહેતાં અને હરિ ધવા રોડ પર મારૂતિ પાન નામે દૂકાન ચલાવતાં અરવિંદભાઇ વાલજીભાઇ સોરઠીયા (ઉ.વ.44)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે આઇપીસી 363 મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અરવિંદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે એક દિકરી અને એક દિકરો છે. જેમાં દિકરો યશ 16 વર્ષનો છે અને તે વીઝન સ્કૂલ હરિ ધવા રોડ પર ધોરણ-11માં ભણે છે. 20/10ના હું દૂકાને હતો અને મારા પત્નિ પુષ્પાબેન તથા દિકરી અને દિકરો ઘરે હતાં. દિકરો યશ રાતે દસેક વાગ્યે ઘરેથી ગરબા જોવા જવાનું કહીને નીકળ્યો હતો. હુ઼ રાતે અગિયારેક વાગ્યે ઘરે આવ્યો ત્યારે પત્નિને યશ ક્યાં છે? તેમ પુછતાં તેણે ગરબા જોવા ગયાનું કહ્યું હતું.

ત્યારબાદ રાતના બાર વાગ્યા છતાં યશ ઘરે ન આવતાં મેં તેને ફોન કરતાં તેને ફોન ઉપાડયો નહોતો.મેં યશને સાતેક વખત ફોન કર્યા હતાં. પરંતુ તેણે રિસીવ કર્યા નહોતાં. બાદમાં હું, પત્નિ, પુત્ર સુઇ ગયા હતાં. 21/10ના સવારે છએક વાગ્યે દિકરી જાગી તો તેણે ફળીયામાં ડોલની ઉપર યશનું પર્સ, મોબાઇલ, ઇલેક્ટ્રીક બાઇકની ચાવી જોતાં તેણે મને જગાડીને જાણ કરી હતી. અમે આજુ બાજુમાં તપાસ કરતાં યશ મળ્યો નહોતો.

સગા સંબંધીઓને તથા તેના મિત્રોને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ યશનો કોઇ પત્તો મળ્યો નહોતો.ગૂમ થયેલો યશ શરીરે પાતળા બાંધાનો, વાને ઘઉવર્ણો છે અને ઉંચાઇ આશરે 5 ફુટ 5 ઇંચ છે. તેણે ગૂમ થયો એ રાતે દુધીયા ટી-શર્ટ, કાળુ પેન્ટ પહેર્યુ હતું. તે ગુજરાતી ભાષા જાણે છે. અમે મોરબી રોડ જકાત નાકા પાસે એક પાનની દૂકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં તે એકલો ચાલીને જતો દેખાયો હતો. મારો દિકરો યશ સ્વામિનારાયણ ભગવાનમાં ખુબ માને છે. તે ઘરમાં પણ અવાર-નવાર કહેતો હતો કે એક દિવસ હું ઘરેથી જતો રહીશ અને સ્વામિનારાયણ પંથમાં ભળી જઇશ. યશ ઘરેથી કોઇપણ રોકડ, દાગીના કે બીજી કિમતી ચીજવસ્તુ લઇને ગયો નથી. આજુબાજુના ધાર્મિક સ્થળોએ પણ અમે સતત શોધવા છતાં પત્તો ન મળતાં અમે અંતે પોલીસને જાણ કરી હતી. તેમ અરવિંદભાઇએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટ, મહેશભાઇ રૂદાતલાએ સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.