આખી દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. જગત આખામાં અલગ-અલગ પ્રકારના લોકો, સમાજ અને રિતરિવાજો જોવા મળતા હોય છે.દરેક સમાજમાં લગ્નથી લઇને મૃત્યુ સુધી અલગ-અલગ રિવાજો હોય છે. અહીં અમે તમને એવા સમુદાય વિશે એક એવી જાણકારી આપવા જઇ રહ્યા છીએ જેમાં મૃતકોને ક્યારેય મૃત માનવામાં આવતા નથી!
આ વિચિત્ર પ્રકારની પરંપરા છે ઇન્ડોનેશિયાની. આ દેશના ટોરાજાન સમુદાયના લોકો દર વર્ષે પોતાનો અનોખો ત્યોહાર ‘માનીને’ ઉજવે છે.
આ ત્યોહારમાં સમુદાયના લોકો પોતાના મૃત સંબંધીઓ, પરિવારજનો તથા તેમના મૃતદેહને તેમની કબરમાંથી બહાર નીકાળવામાં આવે છે. જે બાદ તેમને સ્નાન પણ કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને નવા કપડા પહેરાવવામાં આવે છે.