• સોશિયલ મીડિયામાં બહારગામ ગયાની સ્ટોરી મુકતા પહેલા ચેતવા જેવો કિસ્સો
  • એલસીબી ઝોન -2 ની ટીમે ગણતરીના દિવસમાં માલવિયાનગર અને તાલુકા પોલીસ મથક વિસ્તારનો ચોરીનો ભેદ ઉકેલ્યો
  • રોકડા, સોના ચાંદીના ઘરેણા, મોટરસાયકલ અને મોબાઈલ મળી 74 લાખનો મુદ્દા માલ કબજે કર્યો

શહેરમાં દિવાળીના પર્વમાં બે સ્થળોએ હાથ ફેરવો કરનાર તસ્કરને એલસીબી ઝોન 2એ ઝડપી લઇ તાલુકા પોલીસ મથક અને માલવિયા નગર પોલીસ મથકની ચોરીના ગુનાનો  ગણતરીના દિવસમાં  ભેદ ઉકેલ 3.75 લાખનો મુદ્દા માલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન 2ના પી.એસ.આઇ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે દિવાળીના પર્વમાંકાલાવડ રોડ સયાજી હોટલ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મનસુખભાઈ બચુભાઈ કોળી દિવાળીના પર્વમાં પરિવાર સાથે વતન ગયા હતા ત્યારે  ગત તારીખ 6 11 ના રોજ અને નાના મવા ગામ નજીક આવેલ દેવનગરના શેરી નંબર 1માં રહેતા રાહુલ રમેશ દાફડા પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે બંધ મકાનના તાળા તોડી હાથ ફેરો કરનાર અને કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે સમૃદ્ધિ આવાસ યોજના માં રહેતો ઈરફાન અલીમીયા કાદરી નામના શખ્સ ચોરી કર્યા અંગેની મળેલી બાતમીના આધારે એએસઆઈ જે.વી .ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘિયા , કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા અને કુલદીપ સિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી ઈરફાન અલીમીયા કાદરી નામના શખ્સની ધરપકડ કરી આખરી પૂછપરછ કરતા ઈરફાન કાદરીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર માં રહેતા મનસુખ બચુ કોળીના મકાનમાં  રૂપિયા 1.20 લાખની  અને નાના માવા દેવનગર શેરી નંબર 1 માં રહેતા રાહુલ રમેશ દાફડા ના મકાનમાં 1.13 લાખની ચોરી કરી ગયા અંગેની કબુલાત આપી હતી. પોલીસે ઝડપેલા શખ્સ  પાસેથી સોના ચાંદીના ઘરેણા, રોકડા, નંબર વગરનું મોટર સાયકલ, મોબાઈલ મળી રૂપિયા 3.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સ સામે તાલુકા પોલીસ મથક, ક્રાઈમ બ્રાન્ચ  અને થોરાળા પોલીસ મથક  મારામારી અને  દારૂ ના ગુનામાં સાત વખત  ચડી ચૂક્યો છે. તેમજ એક વખત પાસા ની હવા ખાઈ ચૂક્યો છે. ઝડપાયેલ શખ્સ શક્ષતફિંલફિળ પર ફરિયાદીનું બહારગામ ગયેલ હોવાનું સ્ટેટસ જોય  તેના ઘરે ચોરી કરવા મોડીરાત્રીના ત્યાં જય ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના ,ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરતા હોવાની કબુલાત આપી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.