પરિવારને ઊંઘતો રાખી ચોરે બેડરૂમમાંથી સોનાના દાગીનાની કરી ચોરી
રાજકોટ શહેરમાં ચોરીના બનાવો એકાએક વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવો પ્રકાશમાં આવ્યો છે જેમાં મવડી મેઈન રોડ પર ના બાપા સીતારામ ચોક નજીક હરિદ્વાર શેરી નંબર ત્3માં રહેતા અને જોડીયા તાલુકાના જામ દુધઈ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા દિનેશભાઈ દેવદાનભાઈ ડાંગર ગઈકાલે તેના પરિવાર સાથે ઘરમાં રાત્રિના સમયે સુતા હતા
ત્યારે દરવાજો ખુલો રાખેલા કારણે કોઈ અજાણ્યો તસ્કરે તેમના ઘરમાં ઘૂસી પરિવારને ઊંઘતો રાખી કુલ રૂ.2.80 લાખની મતા પર હાથફેરો કરી ગયો હતો બનાવવાની જાણ પોલીસને થતા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરી છે.
જેમાં દિનેશભાઈએ જણાવ્યું છે કે, તેની પુત્રી જીયાને તાવ આવતો હોવાથી પરિવારનાં સભ્યો સાથે ગઈકાલે મોડી રાત્રે એસી બંધ કરી હોલમાં સુઈ ગયા હતાં.ત્યારે તસ્કર મકાનની દિવાલ ટપી હોલનો દરવાજો ખુલ્લો રાખેલ તે વાટે આવી બેડરૂમના લાકડાના કબાટમાં રાખેલ એક સોનાનો ચેઇન જે આશરે 20 ગ્રામ વજનનો જે આશરે કિ.રૂ.80,000 ,એક પેંડલ સેટ આશરે 10 ગ્રામ જેની કિ.રૂ.40,000 ,ચાર જોડી કાનમાં પહેરવાની બુટી જે આશરે 15 ગ્રામ વજનની કિ.રૂ.60,000,બે નાકમાં પહેરવાના સોનાના દાણા જેની કિ.રૂ.1000 , સોનાની કાનસર એક જોડી આશરે 10 ગ્રામની કિ.રૂ.35000, ચાર લેડીઝ વીટી સોનાની આશરે 15 ગ્રામ વજનની કિ.રૂ.50,000/- તથા રોકડા રૂ.12000/- જે ડ્રોવરમાં રાખેલ હતા અને તેની પુત્રીના ચાંદીના પગપાળા આશરે કિ.રૂ.2000 અલગ અલગ દાગીના મળી કુલ રૂ.2,80,000/- ની માલ મતાની ચોરી કરી નાશી ગયો હતો
પરિવાર સવારે ઉઠ્યો ત્યારે મકાનમાં સમાન વેર વિખેર જોવા મળતા તેને તપાસના ચોરી થતા હોવાનું જનતા તેને પોલીસને જાણ કરી હતી. લેખનીય છે કે પરિવાર રાત્રિના સમયે ઊંઘતું હતું ત્યારે તસ્કર તેમને ઊંઘતા રાખીને જ રૂ. 2.80 લાખની મતા પર હાથ ફેરો કરી ગયો હતો.