ખોડલધામ પરિસરમાં દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરુષોની પ્રતિમા મૂકાશે

રાજકોટ નજીક  આવેલા પડધરી તાલુકાના નાની અમરેલી ગામે   50 એકરની  જગ્યામાં  શિક્ષણ અને   આરોગ્યધામ  ઉભુ કરવાની  ખોડલધામ ટ્રસ્ટ કાગવડના  ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી છે. જેમાં જરૂરીયાતમંદ માટેશિક્ષણ અને  આરોગ્યલક્ષી  તમામ   સવલતોઉભી કરવામાં આવશે.

શુક્રવારના દિવસે  ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા  નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને  ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે  ખોડલધામ મંદિરે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી,  નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દેશ-વિદેશના ખુણે ખુણેથી બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો અને મા ખોડલની આરતી કરી હતી.

ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વમાં વસતાં દરેક સમાજે ખોડલધામને પ્રથમ દિવસથી સાથ સહકાર આપ્યો છે. જેમ કે 2017માં અંદાજે 150 જેટલા સમાજ અને સંસ્થાઓએ મળીને  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને મારું સન્માન કર્યું હતું. આ ઉપરાંત મા ખોડલના રથના ઠેર ઠેર દરેક સમાજ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. અને આજની તારીખે પણ  ખોડલધામ મંદિરે દરેક સમાજના ભાઈઓ-બહેનો માતાજીના દર્શને કરતાં હોય તેવા દ્રશ્યો દરેક ક્ષણે જોવા મળે છે. ત્યારે હું સમજું છું કે આ દરેક સમાજનું આપણા પર ઋણ છે. આ ઋણ ચુકવવા દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરુષોની પ્રતિમા આ ખોડલધામ સંકુલની અંદર સ્થાપિત કરવાનો  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સંકલ્પ કર્યો છે.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી ખોડલધામ પરિવાર માટે 21 જાન્યુઆરીનો દિવસ અતિ મહત્વનો અને ઐતિહાસિક છે. ત્યારે આ ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી.  ખોડલધામ મંદિરે 21 જાન્યુઆરીના રોજ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 6 થી 9 મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.  ખોડલધામ મંદિર પરિસરમાં  યજ્ઞશાળામાં યજમાન દ્વારા આહૂતિ આપવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં  નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે એક સામાન્ય ખેડૂત પરિવારને યજમાન બનાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લના પડધરી તાલુકાના નાગબાઈના ગઢડા ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવાર એવા હરિભાઈ ટીંબડીયાનો પરિવાર આ મહાયજ્ઞમાં યજમાન બન્યો હતો. વિશેષ વાત એ છે કે, મહાયજ્ઞના યજમાન એવા હરિભાઈ ટીંબડીયાની મા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા એવી છે કે 2011માં ખોડલધામ શિલાન્યાસ પ્રસંગે પ્રસાદીમાં આપવામાં આવેલો લાડુ તેઓએ ઘરે સાચવીને રાખ્યો હતો અને આ પ્રસાદીનો લાડુ આજે પણ એવો ને એવો જ છે. આ પ્રસાદીનો લાડુ હરિભાઈ ટીંબડીયા પંચવર્ષીય પાટોત્સવના દિવસે મંદિરે દર્શન માટે લઈને આવ્યા હતા.

મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સવારે 9 કલાકેથી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 કલાકે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. ત્યારબાદ  નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. ધ્વજારોહણ બાદ મા ખોડલની સાથે મંદિરમાં બિરાજમાન 21 દેવી-દેવતાઓની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સમાજ જોગ સંદેશ આપ્યો હતો. અને કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી સર્વ સમાજના બહોળી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી જોડાયા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સહિત દેશ-વિદેશના વિવિધ 10008થી વધુ સ્થળે એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકીને લોકોએ મા ખોડલની આરતી કરીને કાર્યક્રમ નિહાળ્યો હતો.

પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે  ખોડલધામ મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી વિશાળ યજ્ઞશાળામાં સવારે અગ્નિ પ્રગટાવાઈ હતી. આ ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાં અનેક ઘરોના આંગણે અને સોસાયટી, સમાજ ભવનોમાં રંગોળી સહિતના સુશોભન કરવામાં આવ્યા હતા.

લેઉવા પટેલ સમાજના લોકો માટે આજે દિવાળી જેવો આનંદમયી દિવસ છે. આજે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.કાગવડ સહિત ગુજરાત સમગ્ર દેશ અને વિદેશમાં અલગ-અલગ 10008 સ્થળોએ ર્માં ખોડલધામની મહાઆરતી કરવામાં આવી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે સમાજજોગ પ્રવચન આપ્યુ હતુ. તેઓએ સમાજ માટે સતત સેવા કરનાર વ્યક્તિને સમર્થન આપવાની હાંકલ કરી હતી.

શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન ર્માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડીયાના માધ્યમથી ઉજવ્યો હતો.

આજે ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞ યોજાયો હતો. ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઇ પટેલનો સમાજ જોગ સંદેશો આપ્યો હતો. કોરોનાના કારણે મહાસભા મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ, સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઇને જાહેર કરવામાં આવશે.

શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008થી વધુ સ્થળે મા ખોડલની આરતી કરાઇ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઇ, બેંગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં મા ખોડલની આરતી ઉતારાઇ હતી. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઇવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઇડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મુકવામાં આવી હતી. મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઇ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડીયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાયા હતાં અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બન્યા હતાં.

કાગવડ સહિત દેશ-વિદેશમાં 10008 સ્થળોએ ર્માં ખોડલની મહાઆરતી: ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલનો સમાજ જોગ સંદેશો

Screenshot 2 33 Screenshot 4 20સમાજ કહેશે તો ચોકકસ રાજકારણમાં આવીશ: નરેશભાઇ પટેલ

રાજકારણમાં પ્રવેશ અંગેની જાહેરાત ખોડલધામના પ્લેટ ફોર્મ પરથી નહીં કરૂ ખોડલ ધામ પંચ વર્ષીય પાટોત્સવમાં પ્રમુખ નરેશભાઇ પટેલનું સમાજ જોગ સંબોધન:સમાજનો આગેવાન મજબૂત અને નીતિવાળો હોવા જોઇએ

ખોડલધામ વર્ષ 2022 બાદ શિક્ષણ અને આરોગ્ય માટે ખૂબ મોટું પ્રદાન આપવાનું છે. રાજકોટ થી 20 કિલોમીટર નાની અમરેલી ગામે 50 એકરની જગ્યા પર શિક્ષણ અને આરોગ્ય ના મોટા ધામ બને તે માટેના પ્લાનિંગ શરૂ પણ કરી દેવામાં આવ્યા છે. ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે. અને આ વિચારની સફળતાને દરેક સમાજ નો સાથ સહકાર મળેલ છે. વર્ષ 2010થી હું જોતો આવું છું મારો પ્રવાસ હોય કે કોઈપણ કાર્યક્રમ હોય દરેક જગ્યાએ દરેક સમાજનો ખોડલધામને ખૂબ હૂંફ અને સહકાર મળ્યો છે. ત્યારે ખોડલધામ દરેક સમાજનું ઋણ ચૂકવવા માટે ખોડલધામ પરિસરમાં દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા નું સ્થાપન કરશે તેઓ સંકલ્પ કર્યો છે.

મારે રાજકારણમાં આવવું કે ન આવું એ પછી નો પ્રશ્ન છે.જો રાજકારણમાં રહેલા મારા સમાજના આગેવાનો અને સમાજ કહેશે હવે તમારી જરૂર છે ત્યારે ચોકસથી  રાજકારણમાં આવવાની બીજા પ્લેટફોર્મ પરથી જાહેરાત કરીશ.તેમજ મારે રાજકારણમાં આવવું એક સમયનું પ્રશ્ન છે. 21 તારીખ લેવા પાટીદાર સમાજ માટે ઇતિહાસની મોટી તારીખ છે.આજનો ભવ્ય કાર્યક્રમ લોકો એ મરચું હાજરી આપીને જોયો છે.પરંતુ જ્યારે પણ સરકાર દ્વારા કોરોના કાર હળવદ તથા બધું ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે. દરેક સમાજ સાથે હોવો જોઇએ તો જ રાજકારણ થઇ શકે છે.

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક એવા કાગવડ સ્થિત ખોડલધામ મંદિરને આજે પાંચ વર્ષ પૂર્ણ થતાં પંચ વર્ષીય પાટોત્સવની સાદગી સાથે ઉજવણી કરવામાં આવી હતી માઁ ખોડલની મહાઆરતી કર્યા બાદ સમાજ જોગ સંદેશો આપતા ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સમાજનો આગેવાન મજબૂત અને નીતીવાળો હોવો જોઇએ.

તેઓએ આજે ખોડલધામથી લેઉવા પટેલ સમાજના લાખો લોકોને આજના ઐતિહાસિક દિવસ માટે અભિનંદન પાઠવા હતા સમાજ જોગ સંદેશો આપતા તેઓએ જણાવ્યું હતું કે:, કોઇપણ સમાજનો આગેવાન મજબૂત અને નીતીવાળો હોવો જોઇએ. છેલ્લા ઘણા સમયથી એવી વાતો વહેતી થઇ છે કે નરેશભાઇ પટેલ રાજકારણમાં આવી રહ્યા છે.

આ અંગે પણ આજે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું  હતું કે રાજકારણમાં મારો પ્રવેશ એ સમયની વાત છે જો સમાજ કહેશે અને આગ્રહ કરશે તો આગામી સમયમાં ચોકકસ રાજકારણમાં પ્રવેશ કરીશ પરંતુ મારા રાજકારણમાં પ્રવેશ અંગેની જાહેરાત ખોડલધામના પ્લેટ ફોર્મ પરથી કયારેય નહીં કરૂ ખોડલધામ હવે લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું છે. આગામી દિવસોમાં ખોડલધામમાં દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમા મૂકવછામાં આવશે આજે દેશ-વિદેશમાં 10008 સ્થળોએ મૉ ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી.

આવનારા દિવસોમાં દરેક સમાજ આજ રીતે ઉજવણી કરે: ડો. ભરત બોધરા

પંચવર્ષીય ખોડલધામ ના પાટોત્સવ ને વર્ચ્યુલ કરવા બદલ ખોડલધામના ગુજરાતી નરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓને હું અભિનંદન પાઠવું છું તેમજ દરેક સમાજના લોકો વડીલો આ કાર્યક્રમમાં જોડાયા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસોમાં દરેક સમાજ આ જ રીતે હળી મળીને દરેક સમજ આગળ વધે અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે તેવી માં ખોડલને પ્રાર્થના કરું છું

યજ્ઞમાં યજમાન બનાવ્યો તે માટે નરેશભાઇનો આભાર વ્યકત કરૂ છું :હરિભાઈ ટીમડીયા

પડધરી તાલુકાના નાગબાઇ ગઢડા ગામ નો નાનો એવો ખેડૂત છું વર્ષ 2011 માં જ્યારે ખોડલધામનો સિલિયાનશ કરવામાં આવ્યો હતો. ત્યારે જે પ્રસાદમાં લાડુ આપવામાં આવ્યા હતા તે આ જ દિવસ સુધી મેં સાચવીને રાખ્યા છે. આ પ્રસાદીને આજે 11 વર્ષ પુરા થયા છે.તેની કદર નરેશભાઈ એ કરી અને મને યજ્ઞમાં યજમાન બનવાનો લાવો મળ્યો છે.

તેનાથી હું ધન્યતા અનુભવી રહ્યો છું. પ્રસાદીનો આ લાડુ અમને આપવામાં આવ્યો ત્યારે અમે ઘરે લઇ ગયા અને નક્કી કર્યું કે આપણે આ પ્રસાદીને સાચો છું અમને થયું કે એકાદ બે વર્ષ સુધી પહોંચવા છે પરંતુ આજે 11 વર્ષ થયાં અને માઁ ના આશીર્વાદ થી આજ દિવસ સુધી આ પ્રસાદીના લાડુ બગડ્યા નથી

આજનો દિવસ લેઉવા પટેલ સમાજ માટે ઐતિહાસિક છે: જયેશભાઇ રાદડિયા

ખોડલધામ ની પ્રાણ પ્રતિષ્ઠા અને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજના કાર્યક્રમમાં વરચુલ જોડાયેલા લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું. જે રીતે લેવા પટેલ સમાજ શિક્ષણ અને આર્થિક રીતે આગળ વધી રહ્યો છે ત્યારે મારી ખોડલ ને એવી પ્રાર્થના કરું છું કે આવનારા સમયમાં પણ હાજરી છે સમાજ પ્રગતિ. ખોડલધામ પાટોત્સવની ઉજવણી કરવા બદલ ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓને હું અભિનંદન પાઠવું છું. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિજ્ઞાનું ખોડલધામ પરિક્રમા સ્થાપના કરવાના સંકલ્પને પણ હું બિરદાવું છું.

“અબતક” વિવિધ પ્લેટફોર્મ પર હજારો લોકોએ નિહાળ્યો ધર્મોત્સવ

કાગવડમાં ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેનું જીવંત પ્રસારણ “અબતક” ચેનલ, યુ-ટ્યુબ અને ફેસબુક પર લાઇવ કરવામાં આવ્યું હતું. ‘અબતક’ના વિવિધ પ્લેટફોર્મ પર હજારો લોકોએ સવારથી આ ધર્મોત્સવને નિહાળ્યો હતો. “અબતક” વિવિધ માધ્યમથી આ ધર્મોત્સવ નિહાળી ભાવિકો ભાવ વિભોર બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.