ટ્રેન મુસાફરોને હવે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો કરવાની તક મળશે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સતત નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. રેલવે વિભાગ દ્વારા હવે વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભારતના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર કોચના ઇન્ટીરિયર ફોટો શેર કર્યા છે.
ફેબ્રુઆરી અને માર્ચમાં સ્લીપર ટ્રેન તૈયાર થઈ જાય તેવી શક્યતા : અનેક સુવિધાઓથી સજ્જ હશે આ ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનનું ઇન્ટીરિયર બહુ જ લક્ઝુરિયસ છે અને મુસાફરો માટે ટ્રેન પ્રવાસ વધુ આરામદાયક અને રોમાંચક બની રહેશે. મળતી માહિતી મુજબ ફેબ્રઆરી થી માર્ચ મહિના સુધીમાં સ્લીપર ટ્રેન શરૂ થઈ જશે. હાલ આ ટ્રેન બી.ઇ.એમ.એલ દ્વારા બનાવામાં આવશે. એટલુજ નહિ આ ટ્રેન રાજધાની અને તેજસ એક્સપ્રેસને ટક્કર મારે તેવી હસે જેમાં યાત્રિકોને ખુબજ સારી એવી સહુલતો મળશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતી ધ્યાને લઇ હવે રેલ મંત્રાલય અને રેલ વિભાગ સ્લીપર વંદે ભારત ટ્રેનનુ નિર્માણ કરવા જઈ રહ્યા છે.
શું સુવિધા મળશે ?
- વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનની બર્થ વધારે પહોળી હશે, જેથી મુસાફરોને બેસવામાં અને ઉંઘવામાં સરળતા રહેશે.
- મુસાફરોને બેસવામાં અને ઉંઘવામાં સરળતા રહેશે.
- ટ્રેનમાં ઇન્ટીરિયર લાઇટ વધારે હશે, જેથી ટ્રેનમાં પુરતા પ્રમાણમાં લાઇટ રહેશે.
- વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ટોઇલેટમાં વધારે સ્પેસ હશે.
- વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના નવા કોચ વધારે એનર્જી એફિશિયન્ટ અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી હશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રેકલાઇન એંગલ ઉપરાંત સોફ્ટ કુશનવાળી સીટ ઉપલબ્ધ થશે
- મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ
- ફુટ રેસ્ટ એક્સટ્રેંશનની સંખ્યા પણ વધારવામાં આવી છે.
- જરક ફ્રી મુસાફરીનો શક્ય બનશે.
- સેન્સર યુક્ત દરવાજા
- 1તિં એસીમાં ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
- મોડ્યુલર પેંટરીની વ્યવસ્થા
- માલ સામાન માટેનો સ્પેશિયલ રૂમ