- ‘હાહાકાર’ ફિલ્મના લેખક-ડિરેકટર પ્રતિકસિંહ ચાવડા, કલાકારો મયુર ચૌહાણ (માઈકલ), મયંક ગઢવી, હેમાંગ શાહ એ અબતક મીડિયા હાઉસની મુલાકાતમાં ફિલ્મ વિશે કરી ચર્ચા
- ‘હાહાકાર’ ફિલ્મની વાર્તા હાસ્ય-રમૂજ, હુલ્લહ અને કારની આસપાસ ફરે છે
ગુજરાતી ફિલ્મો દિન-પ્રતિદિન અવનવી સિધ્ધીઓ હાંસલ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો દર્શકોને પસંદ પડી રહી છે. ત્યારે આગામી શુક્રવારે વ્રજ ફિલ્મસ અને જુગાડ મિડિયાના બેનર હેઠલ બનેલ અને પ્રતીકસિંંહ ચાવડા નિર્દેશિત ફિલ્મ ‘હાહાકાર’ રિલીઝ થઈ રહી છે. હાહાકાર ફિલ્મ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે. હાહાકાર ફિલ્મના લેખક નિર્દેશક પ્રતીકસિંહ ચાવડા, કલાકારો મયુર ચૌહાર ઉર્ફે (માઈકલ), હેમાંગ શાહ, મયંક ગઢવીએ અબતક મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અને હાહાકાર ફિલ્મ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.
હાહાકાર ફિલ્મના ગીત “મઘડો દારૂડો” એ આ વર્ષની નવરાત્રિમાં ધૂમ મચાવી દીધી છે તે ફિલ્મ “હાહાકાર” 18મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલ અને પ્રતીકસિંહ ચાવડા નિર્દેશિત ફિલ્મ હાહાકાર આર જે મયંક (મયંક ગઢવી) અને પ્રતીકસિંહ ચાવડા દ્વારા લિખિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, હેમાંગ શાહ, મયંક ગઢવી(આર જે મયંક) જોવા મળશે. ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટાર કાસ્ટ તથા નિર્દેશક પ્રતીકસિહ ચાવડા ” એ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.
હાહાકાર એ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે જે એક રાત્રી દરમિયાન મચતી ધાંધલ ધમાલ અને ડ્રામાથી ભરપૂર હાસ્યની સફર પર લઈ જાય છે, ફિલ્મની વાત મુખ્ય પાત્ર પરિયો અને ભયલુંના પૈસાવાળા બનવાની આધળી દોટને લઇ કરવામાં આવતી લૂંટને આસપાસ ફરે છે. ફિલ્મનું નામ “હાહાકાર” રાખવામાં આવ્યું છે કારણ કે આખી વાર્તા હાસ્ય-હુલ્લડ અને કારની આસપાસ ફરે છે.
ફિલ્મમાં ચેતન દેયા, હેતલ પુનીયાવાલા, હિતેશ ઠાકર, કુશલ મિસ્ત્રી, પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ વિશાલ પારેખ, આરજે ચાર્મી, મનીષ કુમાર વાઘેલા, તુષારિકા રાજ્યગુરુ, હેમિન ત્રિવેદી, વૈશાખ રતનબેન શાહ, રાહુલ રાવલ જેવા જાણીતાં કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
- રહસ્યમય રોમાંચિત સફર દર્શાવતી ફિલ્મ “હાહાકાર”ના સંગીત અને મ્યુઝિક અત્યારથી જ ધૂમ મચાવી રહ્યું છે અને દર્શકોની આ ફિલ્મ થકી અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
- સામાન્ય કોમેડીથી કાંઈક હટકે આ ફિલ્મ 18મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. તો ફિલ્મને જોવાનું ચૂકશો નહી.
- મારી પ્રથમ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો અદ્ભૂત અનુભવ: મયંક ગઢવી
અબતક સાથેની વાતચીતમાં લેખક-કલાકાર મયંક ગઢવીએ જણાવ્યું હતુકે, હાહાકાર ફિલ્મ મારી પ્રથમ ફિલ્મ છે. અને આ ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા છે. આ ફિલ્મ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મમાં મે ભયલુ (ભાવેશ ભટ્ટ)નું પાત્ર ભજવું છું જે ગામડામાંથી અમદાવાદ આવેલ છે. તેના માટે તેના મીત્રોની કહેલી તમામ વાતો જ સાચી બંને મિત્રોથી અભિભૂત થયેલ છે. મારી આ પ્રથમ ફિલ્મ છે. જેમાં મે લીડ રોલમાં ભૂમીકા ભજવી છે. બધા જોેડે કામ કરવાનો અનેરો આનંદ થયો છે. શરૂઆતમાં થોડો ડર લાગતો હતો પરંતુ બધા સપોર્ટના કારણે મારા માત્રને યોગ્ય ન્યાય આપી શકયો છું અમને પૂરી ખાત્રી છે કે સૌને હાહાકાર ફિલ્મ પસંદ પડશે જ તો જોવાનું ચૂકશો નહી.
ફિલ્મ જોઈ દર્શકો હસી હસી લોથપોથ થઈ જશે: હેમાંગ શાહ
અબતક સાથેની વાતચીતમાં કલાકાર હેમાંગ શાહએ જણાવ્યું હતુ કે, હાહાકાર ફિલ્મમાં મેં પરેશ (પર્પો)નું પાત્ર ભજવ્યું છે. જેમાં ત્રણ મિત્રોની જ વાર્તા હોય છે. આખી વાર્તા હાસ્ય-હુલ્લડ અને રમૂજથી ભરપૂર છે. ફિલ્મમાં ત્રણ મિત્રો જે કોઈ ભણેલા ગણેલા નથી અભણ લોકોની છે જેને સમજણ ઓછી હોય છે.
જે ડેટુ ડેની લાઈફમાં સ્ટ્રગલ કરતા હોય છે. હાહાકાર ફિલ્મ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડીથી ભરપૂર છે. અમારી એવી ઈચ્છા છે કે જેમાં હિન્દી ફિલ્મોમાં કોમેડીમાં દે ધનાધન, ફીર હેરાફેરીનું નામ આવે છે. તેમ ગુજરાતી કોમેડી ફિલ્મોની યાદીમાં હાહાકાર ફિલ્મ આવે તેવી અપેક્ષા છે. 18મી ઓગસ્ટના રોજ ફિલ્મ રીલીઝ થાય છે. તો જરૂરથી જોવા જજો અમને આશા છે કે દર્શકોને જરૂરથી આશા છે કે દર્શકોને જરૂરથી ફિલ્મ પસંદ પડશે અને દર્શકો હસી હસી લોથપોથ થઈ જશે.
અમારી ફિલ્મનું ગીત ‘મધડો દારૂડો’ એ નવરાત્રીમાં ધૂમ મચાવી: મયુર ચૌહાણ (માઈકલ)
અબતક સાથેની વાતચિતમા કલાકાર મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ એ જણાવ્યું હતુ કે, જયારે મેં સ્ક્રીપ્ટનું ….. સાંભળ્યું ત્યારે મને ફિલ્મની વાર્તા ખૂબજ પસંદ પડી છેલ્લા દિવસ પછી મને હાહાકાર ફિલ્મની વાર્તા ખૂબજ પસંદ પડી આ ફિલ્મમાં હું હિતુનું પાત્ર ભજવી રહ્યો છું જે ફેન્ડસનાં ગ્રુપમાં જવાબદારી તો શરૂઆતમાં લે પરંતુ છેલ્લી જવાબદારી નિભાવી ન શકે. ફિલ્મમા દર્શકોએ જોવાનં રહેશે કે ત્રણેય મિત્રોમાંથી કોઈ મેચ્યોર છે. આ ફિલ્મમાં યંગસ્ટર્સને ખૂબજ મજા આવશે. ફેમીલી સાથે ફિલ્મનો આનંદ માણી શકશો. આ ફિલ્મ પૈસાવાળા બનવાની આંધળી દોટને લઈ કરવામાં આવતી લૂંટને આસપાસ ફરે છે. આખી વાર્તા હાસ્ય-હુલ્લડ અને કારની આસપાસ ફરે છે. 18 ઓકટોબરે હાહાકાર ફિલ્મ રિલિઝ થાય છે. તો જરૂરથી જોવાજજો.મને બધા સાથે કામ કરીને ખૂબજ આનંદ આવ્યો બધા પાસેથી કંઈકને કંઈક શિખવા મળ્યું અમારા ફિલ્મનું ગીત મધડો દારૂડોએ આ વષર્ષની નવરાત્રિમાં ધૂમ મચાવી દીધી છે. ધણા લોકોએ મધડો દારૂડો ગીત પર રીલ્સ બનાવી છે. ગીતને આટલો પ્રેમ મળ્યો છે તો ફિલ્મને પણ જરૂરથી મળશે તેવી આશા છે.