૧૯૬૨ પછી પ્રથમવખત મોટા પ્રમાણમાં સૈન્ય ખડકાયું ઓબોર સ્વીકારવા ચીને ભારતનું નાક દાબ્યું
સિક્કિમ નજીક સરહદ ઉપર ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરીને ભારતીય જવાનો સાથે ધક્કામુકી કરી હતી અને બંકરોને તોડી પાડયા હતા. આ ઘટના બાદ સરહદ પર તંગદીલી છવાઈ છે. ભારતે પરિસ્થિતિને ધ્યાને લઈને સરહદ પર જવાનો તૈનાત કર્યા છે. ચીને ભારતને ધમકી આપી હતી કે, જો સરહદ પર શાંતિ સમજૂતી કરવી હોય તો ભારતે જવાનોને પાછા ખેંચવા જ પડશે. ચીનના આ વલણને કારણે ભારતે સરહદ પરનીસુરક્ષાને વધુ મજબૂત કરતા જવાનોની વધુ એક ટુકડીને ડોક-લા સરહદ ઉપર તૈનાત કરી દીધી છે. ૧૯૬૨ પછી પ્રમ વખત આટલા પ્રમાણમાં બન્ને દેશોના જવાનો સામ-સામે આવ્યા છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખરેખર આ મામલો ભુતાનને લગતો છે. ચીન ભુતાન પર કબજો કરવા માંગે છે ત્યારે ભારત ભુતાનના વિદેશ મંત્રાલય સહિતની કામગીરી સંભાળતુ હોવાી હસ્તક્ષેપ કરી રહ્યું છે. ભારતનો આ હસ્તક્ષેપ ચીનને ખટકી રહ્યો હોવાી વૈશ્ર્વિક બાબતે ભારતનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વધુમાં ભારતે ઓબીઓઆરનો પણ અસ્વીકાર કરતા ચીન ભુરાયું યું છે. એક તરફ ભારતીય કબ્જાના વિસ્તારમાં ઘુસણખોરી કરી બંકરો તોડયા બીજી તરફ લાજવાને બદલે ગાજતા ચીને ભારતને ધમકી આપવાનું પણ શરૂ કર્યું છે અને ડોક-લા વિસ્તાર પોતાની માલીકીનો હોવાના દાવા સો નકશો પણ જાહેર કર્યો હતો.
છેલ્લે ૧૯૬૨ની સાલમાં મોટા પ્રમાણમાં બન્ને દેશોના સૈનિકો સરહદ પર સામસામે આવ્યા હતા. ત્યારે હવે સિક્કિમ બાબતે સરહદ ઉપર યુધ્ધ જેવી સ્થિતિ સર્જાતા બન્ને દેશોએ હજારો સૈનિકોને તૈનાત કરી દીધા છે. અગાઉ ભારતે શાંતિ માટે બોલાવેલી બેઠક ચીને ફગાવી હતી પરંતુ ભારતની ત્રીજી અપીલ ચીને સ્વીકારતાની સો જ શરત મુકી હતી કે, ભારતે સિક્કિમ સરહદેી પોતાના સૈનિકોને પાછા ખેંચવા પડશે. આ અગાઉ ચીને એવી ધમકી પણ આપી હતી કે, ભારતે ભૂતકાળમાંી કંઈક શીખવું જોઈએ. ત્યારે ભારતે ચીનને રોકડુ પરખાવતા કહ્યું હતું કે, હવે આ ભૂતકાળનું ભારત રહ્યું ની. ભારત અને ચીન વચ્ચે તંગદીલી હવે ચરમસીમાએ પહોંચી છે. એમ કહેવાઈ રહ્યું છે કે, ડોક-લાના મુદ્દાને ચીન ઓબીઓઆરમાં ભારત જોડાય તે માટે હીયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ઓબીઓઆર યોજના હેઠળ રસ્તો સિક્કિમ-તીબેટ-ભુતાન ટ્રિજંકશની શ‚ ાય છે. આ કામગીરીમાં ભારત જોડાયુ ન હોવાી ચીનને મુશ્કેલી પડી શકે તેમ છે. જેી ડોક-લા મુદ્દે ચીન ભારત ઉપર દબાણ લાવવાની કોશીષ કરી રહ્યું છે.