એનર્જી ડ્રીંક અને સંબંધોને સાચવવાનું નિમિત્ત બનતી ચા ભારતીય જન જીવન નો એક અભિન અંગ બની ગઈ છે હ, દિવસ ભલે સૂરજ ઉગ્યા બાદ  ઉગતો હોય પરંતુ ખરો મૂડ અને પ્રસન્નતા તો ચાની ચૂસકી  લીધા બાદ જ આવે, ભારતમાં બનતી ઉગતી અને માર્કેટમાં આવતી ચા ની એવન કોલેટી ની સમગ્ર દુનિયામાં ભારે માંગ રહેવા પામી છે જોકે આ વર્ષે કેટલાક પ્રતિકૂળ સંજોગોને લઇને ખાસ કરીને પરિવહન વધુ હોવાથી વિકાસ બજારમાં ભારતીય ચા સામે આફ્રિકાની ચાની નિકાસ વધી છે.

પ્રીમિયમ ચાના શોખીનો માટે સતત વધતા ભાવો નીચિંતા ઘટશે આફ્રિકાએ ચાની નિકાસ માં ભારત ની સાઇડ કાપતાં એવન કોલેટી નો માલ નો સ્વાદ સ્થાનિક લોકોને સસ્તા દામે મળશે

આ વખતે 20 કરોડ કિલ્લો ચા ની નિકાસ ઘટી હોવાથી ભારતમાં સ્થાનિક  બજાર ચા ના ભાવ નીચા રહેશે. વૈશ્વિક બજારમાં ભારત સામે આફ્રિકા ની હરીફાઇ ચાલી રહી છે ત્યારે સ્થાનિક ધોરણે વધી રહેલા પરિવહન ખર્ચને લઇને ચાની નિકાસમાં જબ્બર ઘટાડો આવ્યો હોવાનું કલકત્તા ટ્રેડર એસો.ના અનીશ ભણસાલીએ જણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય બજારમાં આફ્રિકાની ચા રૂપિયા120થી 126 પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

જ્યારે સ્થાનિક ધોરણે વધેલા પરિવહન ખર્ચ ને લઈને ભારતની ચા રૂપિયા200 ની પ્રતિ કિલોની પડતર કિંમત ને આંતરરાષ્ટ્રીય બજારમાં આફ્રિકા સામે ટક્કર ઝીલી શકતી નથી, ભારત ની કોલેટી સમગ્ર વિશ્વમાં ભારે લોકપ્રિય છે સૌથી વધુ ચાનું ઉત્પાદન ધરાવતા આસામમાં ગયા વર્ષે કોરોના લોકડાઉન અને વિષમ પરિસ્થિતિમાં ચાનું ઉત્પાદન ઘટયું હતું અને 35 ટકા જેટલું ઉત્પાદન ઓછું થયું હતું.

જેને લઇને ભાવ આસમાને પહોંચી ગયા હતા અને પ્રીમિયમ ચા ના ભાવો કાળઝાળ બની રહ્યા હતા દેશમાં કુલ છ કરો ડ કિલોગ્રામ ઓછી પાકી હતી જેના કારણે બજાર ભડકે બળ્યું હતું હવે ચાની નિકાસ ઘટતાં સ્થાનિક ધોરણે માલ પૂરો ઉપલબ્ધ થતાં પ્રીમિયમ અને આમ આદમીની ચા ની ચૂસકી સસ્તી અને વધુ લિજ્જતદાર  બનશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.