પૂવોતરમાં ચાના પટારા ગણાતા આસામ દુઆરા તોરેયામાં મૌસમની બેઇમાનીથી ચાના ઉત્પાદનમાં 21 ટકા સુધીની ખાદ્ય

ચાના શોખીનો માટે વરસાદ વેરી બને તેવું દેખાય રહ્યું છે આસામ અને ચાના ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદ રૂપી આસમાની આફતને લઇ ચાનું ઉત્પાદન ઘટવાની ચાની ચુસ્કી કડવી બની જાય તેવા સંજોગો ઉભા થયા છે.

આસામ અને ખાસ કરી વધુ ચાના ઉત્પાદન કરતા વિસ્તાઅરોમાં આસામ અને કૈચર દુઆરા અને તેરાપ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચાના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. અને 19 થી ર1 ટકા જેટલું ઉત્પદાન ઘટવા પામ્યું વર્ષ 2022 માં ઘટેલા ચાના ઉત્પાદનથી કવોલીટી પ્રીમીયમ ચાના ભાવમાં વધારો થતાં ચાની ચુસ્કી કડવી બની દેશની ઉતર પૂર્વના આ ઉઘોગમાં આસામ અને ઉતર બંગાળમાં કુલ ઉત્પાદનને કારણે જેટલું ઉત્પાદન થાય છે જો કે આ વિસ્તારમાં જ આ વર્ષ મૌસમની પ્રતિકુળ અસરો વધુ પ્રમાણમાં થવા પામતી ચાના ઉત્પાદન પર તેની સીધી અસર થવા પામી હતી. ભારતીય ચા ઉત્પાદન સંઘના મહાસચિવ પી.કે. ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આસામ સહીતના ચા પકવતા પૂર્વતર રાજયોમાં મોસમની બેઇમાનીની અસર ચાની ઉત્પાદનમાં દેખાય રહી છે. ર1 ટકા જેવું ઉત્પાદન ઘટવા પામ્યું છે. તેની અસર બજાર પર દેખાઇ.

મોસમની  પ્રતિકુલ અસરોને કારણે ઉત્પાદન ઘટવાની સાથે મજુરીમાં ધરખમ દૈનીક 30 ટકાનો વધારોનો બેવડો ભાર ચાની કિંમતો પર દેખાઇ રહ્યો છે. આસામ ઉતર બંગાળ અને ચાના બગીચા ધરાવતા વિસ્તારો આ સમસ્યાથી બાકાત રહ્યા નથી.

સરેરાસ તાપમાન 1.5 સેન્ટી. ના ઘટનાને ભેજના વધારાની સમસ્યાએ જુન-22માં સૂર્ય પ્રકાશની કલાકોમાં ઓટ આવતા તેની સિઘ્ધી અસર ઉત્પાદન પર દેખાય  છે. બ્રહ્મપુત્રાની ખીણ વિસ્તાર, બરાક ખીણ દુઆરા અને તૈરાઇ વિસ્તારમાં 15 ટકા જેટલું ઉત્પાદન ઘટવા પામ્યું. ભારે વરસદાને કારણે ભેજ વધી જવાથી સૂર્ય પ્રકાશ અને જરુરી ગરમીમાં પ્રમાણમાં ઘટાકો, ચાના ઉત્પાદન માટે વેરી સાબીત થઇ રહ્યો છે. ચાના ઉત્પાદન માટે હવામાન પલટાને સાથે સાથે મજુરીમાં વધારાનો બેવડો માર ચાના ચૂસ્કી કડવી બને છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.