- આજે વિશ્ર્વ રકતદાતા દિવસ
- એક વખત કરેલું રકતદાન 3 લોકોનો જીવ બચાવી શકે છે: વિશ્ર્વભરમાં દર બે સેક્ધડે એક વ્યકિતને રકતની જરૂરિયાત પડે
- આજે સમગ્ર વિશ્ર્વમાં કોઇપણ ચીજવસ્તુની અવેજી હાથ-વગી બની ગઇ છે. પરંતુ એક લોહીની અવેજી આજે પણ કુદરતે પ્રત્યેક વ્યકિતને આપી છે. તેથી જ તો કહેવામાં આવે છે કે રકતદાનએ મહાનદાન…
- વિશ્ર્વભરમાં રકતદાતા દિવસ દુનિયાભરના સ્વૈચ્છીક રકતદાતાઓ પ્રત્યે આભાર વ્યકત કરવા માટે ઉજવવામાં આવે છે લોહીનો બીજો કોઇ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહીએ બીજા કોઇ માટે જીંદગી બની જાય છે. આપણું રકત એ બીજા કોઇના જીવન માટે વરદાન બની જાય છે. દિન-પ્રતિદિન રકતની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે.
દર વર્ષે 14જૂનનાં રોજ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્લ લેન્ડસ્ટેઇનર કે જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (એબીઓ બ્લડ ગ્રુપ સીસ્ટમ)નાં શોધક છે. આ માટે તેમને 1930નાં વર્ષનું નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868 છે. વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાવર્ષ 2007 થી એમનાં જન્મ દિવસ (14 જૂન)ને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી. વિશ્વ રક્તદાતા દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગરૂત કરવાનો છે.લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ પામે છે. આ દિવસની ઉજવણીથી લોકોને સમજાવી શકાય છે કે રક્તદાન કેટલું જરૂરી છે.
હું રકતદાતાનો આભારી છું: કેયુર જાની (થેલેસેમીયા દર્દી)
છેલ્લા 30 વર્ષથી થેલેસેમીયા સાથે જીવતાં કેયુર જાનીએ વિશ્ર્વ રકતદાતા દિવસે રકતદાનનો આભાર માન્યો હતો. અબતક સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મારે દર 1પ દિવસે રકત ચડાવવું પડે છે, અને બ્લડ બેંક મને તે મફત સગવડતા કરી આપે છે.
કેવી પરિસ્થિતિઓમાં રકતદાન કરી શકાતું નથી
જે વ્યકિતએ તાજેતરમાં જ ટેટુ અથવા બોડી પિયરીંગ કરાવ્યું હોય તો તે વ્યકિતએ ટેટુ કરાવ્યા પછીથી તારીખ થી 6 મહિના સુધી રકતદાન કરી શકતા નથી.જે વ્યકિત નાની પ્રક્રિયા માટે ડેન્ટલ પાસે ગયા હોય તો તે વ્યકિતએ રકતદાન કરતા પહેલા ચોવીસ કલાક સુધી રાહ જોવી જો મોટી સારવાર કરાવી હોય તો એક મહિના સુધી રાહ જોવી જોઇએ.જે વ્યકિતમાં રકતદાન કરવા માટે યોગ્ય હિમોગ્લોબીન સ્તરને પૂર્ણ કરતા નથી તો તે વ્યકિત રકતદાન ન કરવું જોઇએ.
રકત ફેકટરીમાં બનતું ન હોવાથી આજે જ રકતદાન કરો: મિત્તલ કોટીચા (લાઇફ બ્લડ સેન્ટર)
લાઇફ બ્લડ સેન્ટરના સી.ઇ.ઓ. મિત્તલ કોટીચાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વિજ્ઞાને ભલે પ્રગતિ કરી પણ, રકત ફેકટરીમાં બનતું ન હોવાથી કોઇ ક રકતદાન કરે તો જ આપણે કોઇકનું જીવન બચાવી શકીએ છીએ, માટે આજે જ રકતદાન કરો ખાસ યુવા વર્ગે રકતદાન પ્રવૃતિમાં જોડાવવા અનુરોધ છે.
એપ્રીલ , મે , જુન એક ત્રણ મહિના રકતની તિવ્ર ખેંચ: ચેતન વ્યાસ (ફિલ્મ માર્શલ બ્લડ સેન્ટર)
સ્વૈચ્છીક રકતદાતાના રકતદાન થવા છતાં એપ્રીલ, મે, જુનના ત્રણ મહિના રકતની સતત ખેંચ રહેતી હોવાનું ફિલ્મ માર્શલ બ્લડ સેન્ટરના સંચાલક ચેતન વ્યાસે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રકતદાન કોણ કરી શકે છે?
મોટાભાગના સ્વસ્થ્ય લોકો રકતદાન કરી શકે છે. જો કે, રકતદાતા બનવા માટે કેટલીક મૂળભૂત આવશ્યકતાઓને પૂર્ણ કરવી જરુરી છે. ડબલ્યુ એચઓ દ્વારા રકતદાન કરવા માર્ગદર્શિકા આપેલ છે. જે વ્યકિતની ઉમર 18 થી 65 વર્ષ સુધીના લોકો રકતદાન કરી શકે. રકતદાન કરવા વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઇએ. રકતદાન કરતી વ્યકિતનું સ્વાસ્થ્ય સારું હોય તે સંપૂર્ણ સ્વસ્થ્ય હોય તે આપી શકે.
500 બોટલ બ્લડ એકત્રિત કરવાનો હેતુ: ધર્મેન્દ્ર ઉકાણી
વિશ્ર્વ રકતદાતા દિવસ અંતર્ગત ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટીઆરપી ગેમઝોનમાં મૃત્યુ પામેલા સદગત આત્માને શ્રધ્ધાંજલી આપવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.અબતક સાથે વાતચીત કરતા ઉમિયા ચેરી. ટ્રસ્ટના મંત્રી ધર્મેન્દ્ર વેલજીભાઇ ઉકાણીએ જણાવ્યું કે આજે સર્વજ્ઞાતિએ રકતદાન કર્યુ જેમાં બ્લડ બેંકની અછત પૂર્ણ કરવાનો હેતુ છે. આજે પ00 બોટલ એકત્રિત થાય તેવી આશા છે. આજે અમે 3 બ્લડક બેંકને આમંત્રણ આપ્યું છે. અને મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરસોતમભાઇ રૂપાલા ઉ5સ્થિત રહ્યા હતા.
આ લોકોએ રકતદાન ન કરવું જોઇએ
- * જે તે વ્યકિત એચઆઇવી એઇડસ વાયરસ માટે પોઝિટીવી જણાયા હોય તેને રકતદાન ન કરવું જોઇએ.
- * જો કોઇ વ્યકિત ડ્રગ્સ લેતો હોય તો તે પણ રકતદાન કરી શકતો નથી. તથા છેલ્લા 1ર મહિનામાં બહુવિધ લોકો સાથે અસુરક્ષીત જાતીય પ્રવૃતિમાં રોકાયેલા છો તો ન કરી શકો.
- * જે મહિલાઓ સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતી હોય અથવા તાજેતરમાં જ ગર્ભપાત થયો હોય તેઓ રકતદાન કરી શકતા નથી.