દરેક ગૃહિણી પોતે રસોઈમાં આ એક સામગ્રીનો ઉપયોગ ખાસ કરતી હોય છે. જે વાનગીઓની મીઠાશ માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવતી આવી છે. જેને નાનાથી લઈ મોટા દરેકને અનેક રીતે ગુણકારી છે. બારે માસ દરેક ઋતુમાં વિવિધ રીતે ઉપયોગમાં લેવાતી આ સામગ્રીના ફાયદા તમારા ચેહરા અને સુંદરતા સાથે ઘણા છે. તો શું તમે જાણો છો આ એક ખાસ સામગ્રી વિશે? તમને એમ થશે કે આ એક કઈ સામગ્રી હશે? તો આવો તેના વિશે થોડું જાણ્યે. ભારતમાં તેનું ૭૦%થી વધુ ઉત્પાદન થાય છે. તેવી આ એક સામગ્રી જેમાથી ખાંડ બનાવામાં આવે છે તે આ ગોળ. હા,આ સામગ્રી તે અનેક રીતે ઉપયોગમાં લેવાય તે દરેકને ખબર હશે જ. ત્યારે આજે એક મસ્ત ચેહરા અને સુંદરતા વધારવા માટેની આ એક ટીપ તમને ૧ મહિનામાં ધારો તેવી સુંદરતા આ ગોળ આપી શકે છે. તો આજથી આ રીતથી ગોળનો ઉપયોગ કરો. ગોળમાં ખૂબ સારા એવા પ્રમાણમાં એન્ટિઓક્સિડેંટ તેમજ વિટામિન-સી હોય છે જે ત્વચા અનેક ફાયદા આપે છે.
- તો આજથી નિયમિત ગોળનો ભોજન સાથે આ રીતે ઉપયોગ કરો.
- સૌ પ્રથમ એક વાટકામાં દેશી ગોળ લઇ તેને એકરસ કરો
- તેમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરો.
- આટલું કર્યા બાદ તેમાં ૨ ટીપાં લીંબુના રસના ઉમેરો.
- આ તમામ સામગ્રીને ચમચીથી હલાવી સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.
ફેસપેક લગાવવાની રીત…
હવે આ પેસ્ટને આંખમાં ના જાય તેનું ધ્યાન રાખી તમારા ફેસ પર લગાવો.આ પેસ્ટને ફેસ પર લગાવ્યા બાદ ચેહરા પર ૧૫ -૨૦ મિનિટ રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. ખાસ ધ્યાન રાખો કે ચેહરાને ધોયા બાદ સાબુથી ધોવો નહી.
ફેસપેક લગવવાના ફાયદાઓ…
આ ફેસપેક લાગવવાથી તમારી ત્વચા મુલાયમ થશે સાથે ડાર્ક સર્કલ દૂર થાય છે. ખીલની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.