આગામી દિવસોમાં હજુ ભાવ વધે તેવી સ્થિતિ: ડબ્બાનો રૂા.૧૩૧૦એ આંબ્યો
પામોલીન તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હાલ પામોલીન તેલના ડબ્બાના ભાવ રૂા.૧૩૧૦ સુધી પહોચી ગયા હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં ભાવ હજુ વધે તેવી વકી છે.
ખાધતેલના વેપારી ઉપેન્દ્ર કુમારએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ખાધ્ય તેલના ધંધા સાથે સંકળાયેલા છે.જો વાત કરીએ સીંગતેલના ભાવમાં વધારાની તો તેનું એક કારણ ચાઈના ખાતે સીંગતેલનો વિપૂલ પ્રમાણમાં નિકાસ કરવામાં આવતા ભાવમાં વધારા થયા જો ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ત્યાં પામોલીન, સોયાબીન, સનફલાવર તેલનાં નિકાસ કરવામાં આવે છે.
જે પામોલીન દોઢથી બે મહિના પહેલા ૯૭૦ રૂપીયા ડબ્બો હતો એ આજરોજ તેનો ૧૩૧૦ રૂપીયા ભાવ થયો છે. સૌથી વધારે તેજી પામોલીન તેલમાં હાલ આવી છે જે પંદર કિલો એ ત્રણસો રૂપીયા જેટલો થયો પામોલીન તેલનાં ભાવ વધારાને લીધે બીજા ખાધ્ય તેલોમાં ભાવ વધારા થયા. જો પામોલીનનો ઉપયોગ બાયોડીઝલમાં થશષ તો આગામી દિવસોમાં હજી દશથી પંદર ટકા ભાવ વધારો થશે.