માંદગી અને મોંઘવારી વચ્ચે પિસાતી જનતાને સમર્થન આપવા લેવાયો નિર્ણય
કોરોના સંક્રમણના કારણે હાલ દરેક શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઇન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યુ છે અને ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસેથી જબરદસ્તી ફી ઉઘરાવવામાં આવી રહી છે. આ અંગેનો વિરોધ દર્શાવતા તેમજ માંદગી અને મોઘવારી વચ્ચે પિસાતી જનતાને સમર્થન આપવા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખો તેમજ વાલીઓ દ્વારા આવતીકાલથી સહી ઝુંબેશ ચલાવવામાં આવશે.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, રાજકોટ મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તથા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના વોર્ડ પ્રમુખો તથા હોદ્દેદારો દ્વારા આગેવાનીમાં રાજકોટ શહેરના તમામ વોર્ડમા વાલીઓ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવશે.
સમગ્ર રાજયની જનતા છેલ્લા ૪ માસથી કોરોના મહામારીથી ત્રસ્ત છે. સામાન્ય માણસને જીવન-જરૂ રી ચીજવસ્તુઓ અને ડીઝલ-પેટ્રોલના ભાવવઘારાને વધી રહેલી મોંધવારીઓ સામે સામાન્ય માણસ ઝઝુમી રહ્યુ છે. ત્યારે આ ખાનગી શાળાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વાલીઓને એન-કેન પ્રકારે બોલાવી ટેલીફોનીક સુચનાઓ આપી ફી ના નામે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. જયારે બાળક શાળાએ જતુ જ નથી અને શિક્ષણ મેળવતુ જ નથી ત્યારે વાલીઓને ફી ચુકવવાની વાત માન્ય ન રાખવી જોઇએ.
નાના બાળકોને ઓનલાઇન શિક્ષિણના નામે બીનસુસંગત રીતે હેરાન કરવા તે પણ તદ્ન ગેરવ્યાજબી છે ત્યારે કી ઉઘરાવવા નાના બાળકોને ઓનલાઇન શિક્ષિણ વિભાગ તાત્કાલીક અસરથી પગલાઓ ભરે અને વિપતીની આ પરિસ્થિતિમાં જનતાને રાહત આપવા નિર્ણયો લે અને આ પ્રકારની સંચાલક મંડળ કે શાળા વિરૂ ધ્ધની કોઇપણ ફરીયાદ હોય તો તે તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.